“નિશા” સવારના પંથે


                                      nisha.jpg                                 

 જય જલારામ બાપા               શ્રી ગણેશાય નમઃ                જય શ્રી સ્વામિનારાયણ
એપ્રીલ ૩૦.૨૦૦૬              “નિશા” સવારના પંથે               પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

આંખમાં આવ્યા આંસુ અને કઠણ હ્રદય પણ પીગળ્યું
         લાગ્યુ અમને આજે જાણે આભ ધરતી પર તુટ્યું
                 કર્મબંધન ના પારખે માનવી અકળ પ્રભુની લીલા
                         જલારામ બાપાની અસીમ કૃપા સુખી સંસાર એ પામે
                                ….આજે અમારી લાડલી દીકરી લગ્ન બંધને છે બંધાય.
દીકરી અમારી પાપા પગલી કરતી જ્યારે ચાલી
        હૈયા હેતે વરસી રહ્યા ને મનડાં મલક્યાં ત્યારે
                આજે પાવન આ દિવસ આવ્યો હૈયા હેતે ઉભરી રહ્યા
                         દીકરી નાની નથી રહી હવે પકડી જીવન પગથી
                                ….એવી અમારી વ્હાલી નિશા રોબી સંગે છે જોડાય.
નિશા નિશા કરતાં આશા ત્યારે સુધીર મલકમલક મલકાય
        તેજલને આનંદ અનેરો  નિરખી નાની બેનીને હરખાય
               પ્રદીપ,રમાને વ્હાલી ભત્રીજી કાકાકાકી સાંભળી રાજી થાય
                        રવિ પ્રકાશે,દીપલ દીપે,નિશીતને હેત અનંત ઉભરાય
                                 ….એવી અમારી વ્હાલી બેની આજે જીજા સંગે જાય.
રમણદાદાનેકમળાબા,રાહુલકાકાનેમીતાકાકી ખુશખુશ છે દેખાય
          યુગ ને ક્રિષ્ણા નિરખી રહ્યા કે વ્હાલી બેની આજે લગને બંધાય
                હર્ષદકાકા ને અરુણાકાકી ઇંગ્લેન્ડમાં રહી આશીશ દેતા હરખાય
                        મીતેશભાઇ ને હિતેનભાઇ બેનીને સુખી જોવાને તરસાય
                                ….એવી વ્હાલી બેની નિશા આપણી સૌને છોડી જાય.
દીકરી અમારી દીપલ મલકે,સાથે નિશીતકુમાર પણ હરખાય
          જાજો અમદાવાદ કે મુંબઇ,જાજો દીલ્હી બનારસ કે લંડન
                કલા નિકેતનમાં જઇને કહેજો વેવાઇ અમારા સગા છે કહેવાય
                       મળશેતમને વ્યાજબીભાવે સંબંધીની કમી કશીનહીં જણાય
                                ….પ્રેમથી લેજો આનંદ અનેરો ને હૈયે ટાઢક કરજો.
શકુફોઇનેસુરેશફુઆ સાથે રક્ષાફોઇનેકમલફુઆ,નિરજ પણમલકાય
          સુકેશાફોઇનેપ્રમોદફુઆ,છાયાફોઇનેસમીરફુઆ સાથે સાજભાઇ
                 રેખાબેનનેસપનાબેન,નેહાબેનનેહેતલબેન,ધારાને વ્હાલી નિશા
                       વિશાળ આ સગાં સંબંધીની માયા નિશા અળગી આજે કરશે
                               ….આજે જ્યારે માંડવે મીઢળ બાંધી બંધને બંધાશે.
સંસારે લપટાતી ચાલી નિશા લગ્ન બંધને આજે છે બંધાય
          રોબી શાહની સંગે ચાલી પગથી જીવનના ચઢવા ને કાજે
                  એપ્રીલ માસની તારીખ ૩૦મીને સાલ ૨૦૦૬ કહેવાય
                       સુખી જીવનમાં આનંદપામે ઉમંગપામે આશીશ સૌની પામે
                             ….બેની અમારી સુખીસંસારે લપટાય,જીવન ઉજ્વળ થાય

                              —————–
   મારાનાના ભાઇ ચી.સુધીરની દીકરી ને અમારી વ્હાલી ભત્રીજી ચી.નીશાને લગ્ન નિમિત્તે
હ્યુસ્ટનમાં રહેતા પ્રદીપકાકા,રમાકાકી,દીપલબેન,રવિભાઇ તથા નિશીતકુમાર તરફથી

યાદરુપે  સપ્રેમ ભેંટ તથા સપરિવાર હ્યુસ્ટ્ન પધારવા આમંત્રણ સહિત જય જલારામ બાપા.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: