વ્હાલા પુ.મોટાભાઇને વંદન


                            drtrivedi.jpg 

                           વ્હાલા પુ.મોટાભાઇને વંદન
ઑગસ્ટ ૩૧,૨૦૦૨                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારુ હૈયુ ગદગદ થાતું અંતર આનંદે ઉભરાતું
               ભાગ્ય ગણું કે ચમત્કાર ન મનમાં કાંઇ સમજાતું
આવ્યા પુ.મોટાભાઇ મારે આંગણે હ્યુસ્ટનમાં
              પાવન આજે આંગણું થાતું મનડુ મારુ ખુબ મલકાતું
અમારા કુળની ર્કીતિને કરનાર નિરખી આંખો પણ છલકાય
             માન મોભાને મેળવી આજે પાવન કરતા ભાઇના દ્વાર
                                                             ….વંદન મોટાભાઇને આજે
ચરાડવાની પાવનભૂમિ પર માતપિતાના સંસ્કાર મળ્યા
             માતા શારદાબેન ને પિતા લક્ષ્મીશંકરભાઇ ત્રિવેદી હતા
સંસ્કારી સંતાનોમાં સૌથી મોટા હરિપ્રસાદભાઇ હતા
             પછી અમારા વ્હાલા સુશીલાબેન ને ત્રીજા હરગોવિંદભાઇ
વ્હાલુ હરુ નામ પડ્યું ને પછી ડૉ.હરકાન્તભાઇ
              માનવસેવા કરતાં જેમણે જગમાં ઉજ્વળ કુળ કર્યું
                                                                ….વંદન મોટાભાઇને આજે
કાર્તિકભાઇ તો સંગીતના સોપાન ચઢી
              ભવોભવની સમજણ આપીને જન્મોજન્મના જ્ઞાન કરાવે
પછી મધુબેન હતા ને સૌથી નાના કુંદનબેન હતા
              કુળની ઉજ્વળતા જગમાં ખ્યાતિ બની ઝબકી રહી
મા મોંઢેશ્વરીની કૃપા થકી ઉજ્વળ જીવન છે મળ્યા
              મોટાભાઇના પગલે આજે ધન્ય જીવન બની ગયા
                                                               ….વંદન મોટાભાઇને આજે
માબાપના આર્શીવાદ મળતા પાવન જીવન જીવી રહ્યા
              માનવજીવન સાર્થક આજે અમે પ્રેમ મેળવીકરી રહ્યા
પ્રદીપના વંદન આ કુંટુંબને જગમાં નામના કરી રહ્યું
              રમા,દીપલ,રવિ પણ વંદે ઉજ્વળ તેમના જીવનને
નિરખી જેમના જીવનને હૈયા આનંદે ઉભરાય
              વંદન એવા કુળને જેમાં પવિત્ર જીવન જીવી જવાય
                                                            ….વંદન મોટાભાઇને આજે

        **********———-*********———
                 સંગીત અને ચિત્રકલાના શિખરો સર કરનાર તથા મૃતજીવોની સાથે વાતો કરનાર
હ્યુસ્ટનના રહીશ શ્રી કાર્તિકભાઇ ત્રિવેદીના મોટાભાઇ અને અમદાવાદમાં સૌ પ્રથમ કિડનીનું ઓપરેશન કરનાર ડૉ.હરકાન્તભાઇ ત્રિવેદીની હ્યુસ્ટનની મુલાકાત વખતે અમારા ઘેર પધારેલ
તેની યાદ રુપે પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી ભેંટ.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: