રામરટણ


                                 રામરટણ
                                                             પ્રદીપ બ્રહ્મભટ

મનમાં સ્મરણ રામ રામનું,ને જીભે છે જલારામ
રાખી શ્રધ્ધા રામ નામમાં, ને ભજુ હું જલારામ
                                                        ભઇ ભજુ હું જલારામ

હાથમાં માળા ફરતી જાય, ને કર્મના બદલે તાર
અલખના થાતા અજવાળા,ને ધર્મના ખુલતા દ્વાર
                                                        ભઇ ધર્મના ખુલતા દ્વાર

મક્કમ મનમાં લાગણી જાગે,ને પ્રભુથી મળતી પ્રીત
માગતા હૈયે આનંદ લાગે, ને જ્યોત જલાથી થાતી
                                                       ભઇ જ્યોત જલાથી થાતી

તરસે આંખો દર્શન કાજે,ને હૈયાથી વરસી રહે હેત
પ્રદીપને માયા જલા સ્મરણથી,ને લાગે મનમાં પ્રેમ
                                                      ભઇ લાગે મનમાં પ્રેમ

જન્મ મળ્યો આ જગમાં જ્યારે,સૃષ્ટિ તણા સથવારે
કર્મ તણા હું તાંતણે લાગ્યો,મુક્તિ પામવા કાજે
                                                     ભઇ મુક્તિ પામવા કાજે

જલારામના નામ સ્મરણથી, રામના ચરણે લાગું
જગમાં સાચા સંત સંસારી,પગલે જલાસાંઇને લાગું
                                                     ભઇ પગલે જલાસાંઇને લાગું.

#####################################