દાનનો ડૉલર.


                             દાનનો ડૉલર

૧૭/૧૨/૦૭                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.

 

 

 

 

 

 

દાન લેવા  ઉભો હતો હું,  દીઠો  ગુજરાતી   ભઇ,
હાથમાં મારે ડૉલર મુક્યો,કહે કોઇને કહેશો નહીં.

 

મનમાં વિચાર ઘણો કર્યો,પણ મુંઝવણ ઉકલી નહીં
સાંજે નિકળ્યો ઘેર જવા હું,પાછળ દાનનો થેલોનહીં.

 

આંખમાં આવ્યા આંસું,  ને હૈયું  ભરાયું તહીં
મક્કમ મને નિર્ણય કીધો,હવે દાન લેવું નહીં.

 

બનીં સત્કર્મીને સેવા કીધી,અફળ બનાવી દીધી
જગજીવન જાણી ગયો હું,મનમાં ગાંઠજવાળી ભઇ.

 

———$$$$$$$$$$$$$$$$$$———–