મૌસમ
તાઃ૧૩/૭/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગમનથી
અનંત ખુશ થાતો
વિદાય થી
ના જાણે કેમ દુભાતો
શરીરના ધીમા સ્પર્શથી
લાલીની કોમળતા મેળવતો
આવે એતો
સદાય અચાનક
જાય ત્યારે
લાગે ભયાનક
વિસરાય નહી અંતરથી
કે સહાય નહીં ઉપરથી
અંતરના
એ સ્નેહો બાંધે
સદાય મુજને
અંતરમાં વસાવી
ફાજલ નથી આ કામણ જીવન
છતાં
રાહ મને જોવડાવે
પ્રિયતમ મુજને જાણી
હ્રદયે
પ્રેમ પ્રીતી જગાડી.
#########************###########************
Filed under: Uncategorized |
પ્રતિસાદ આપો