શ્વેત નગરીની ગાથા


                  amul-dairy.jpg

                            શ્વેત નગરીની ગાથા
૧૪/૫/૮૩  આણંદ                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાતા અમે ગાથા, જીવનમા શ્વેત નગરીની
આનંદ આનંદ થાતા,આણંદ જેવી નગરીમાં….ગાતા અમે ગાથા.
        સુરજ ઉગે સાંજ પડે, હળીમળી સૌ સાથ રહે
        ઉગમણે છે અમુલડેરી,આથમણે વિધ્યાનગરી
        ઉત્તરે છે મા ખોડીયાર, દક્ષિણે છે ખેતીવાડી….ગાતા અમે ગાથા.
વ્હેરાઇમાતાઅંબેમાતા,વાડીમાં હનુમાનદાદા
ઘોયાનેશીખોડતલાવડી,સ્વર્ગપોપટીતલાવડી
કૈલાસભુમીની  સામે, બીરાજે  ચામુંડા મૈયા….ગાતા અમે ગાથા.
        ગામડીવડની છાયા,લોટેશ્વરના દર્શન  કીધા
        બળીયાબાપજીની કૃપા,સરદારગંજની છેસહાય
        જાગનાથની સામી બાજુ,નેશનલડેરીને લાવ્યા….ગાતા અમે ગાથા.
મોટુઅડધને નાનુંઅડધ,ઉંડીશેરીને પંડ્યાપોળ
જોશીટેકરો કુંભારવાડો,ચોપાટોનેકોટવાળોદરવાજો
આઝાદ મેદાનની પાસે, બીરાજે શ્રીજી મહારાજ….ગાતા અમે ગાથા.
        સ્ટેશનરોડને ટાવરબજાર,ચોકસીબજારને મઠીયાચોરો
        પરીખભુવનને અમીનામંઝીલ,પોલીસસ્ટેશનને રેલ્વેગોદી
        બાપુગાંધી ખડે પગે છે, આણંદ સ્ટેશન ઘણું પુરાણું….ગાતા અમે ગાથા.
ડીએન અને શારદાહાઇસ્કુલ,પાયોનીયર પણ પાસે
એંજલ સ્કુલ ને કેન્દ્રીયશાળા,પાધરમાં સેંટઝેવીયર
બાલમંદીરને કન્યાશાળા,બાલશાળાને કિશોરઆશ્રમ….ગાતા અમે ગાથા.
        ધન્યધન્ય ત્રિભુવનકાકાને,શ્વેતનગરીના સ્થાપક બન્યા
        વેરાઇ કાકાની દોરવણી,ને ચીમન રાજાની  રાહબરી
        બાગીની બુનીયાદ નિરાલી,ઉચ્ચકોટીની સમજવણાઇ….ગાતા અમે ગાથા.
નગરપાલિકા નાક સમીછે,ગુજરાતની એશાખ બની છે
સીપીઆર્ટસને એફએચઆર્ટસ,સાથે રામકૃષ્ણસેવામંડળ
ટાઉનહોલ તો નીતનિરાલો,મનોરંજન લાવે છે ન્યારો….ગાતા અમે ગાથા.

===================================================    
ઉપરોક્ત ગીત મારા પરમમિત્ર અને ફીલ્મ બાલકૃષ્ણ લીલા ના નિર્માતા આણંદના
શ્રી રજનીભાઇ પેંન્ટરની પ્રેરણાથી શ્વેતનગરી આણંદ પર બનતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ
માટે લખેલ હતુ.

સીટી બસની સહેલગાહે


                           anand.jpg 

           સીટી બસની સહેલગાહે
                              ……. આણંદ જોવા નીકળ્યા…
૧૩/૫/૮૩                                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાડી આવી પ્લેટફોર્મ પર ને વાચ્યું પાટીયા પર આણંદનું નામ
હરખભેર ઉતરીગયા ને પગથીયા જલ્દી ઉતર્યા જોવા શ્વેતગામ

સીટી બસમાં બેસી ગયા અને સહેલગાહે નીકળ્યા આણંદ જોવા
                                                              …અમે ભઇ નીકળ્યા આણંદ જોવા
સ્ટેશન રોડ પર ચાલી ધ્યાનથી જો જો ચાલે સીટી બસ નિરાળી
આ ડાબે છે લીમડાવાળું દવાખાનુ ને જમણે આનંદનિવાસલૉજ
જમણે રસ્તે બસ સ્ટેશન તરફ જાય ને આ છે સરકારી દવાખાનુ
ડાબે છે ભઇ કૃષ્ણ હાઉસીંગ  સોસાયટીને જમણે આવ્યો કૃષ્ણ રોડ
ગોપાલ ટોકીઝ ભઇ ડાબી બાજુ ને આ આર્યસમાજ  અહીં આવ્યુ
                                                                  ….જુઓ ભઇ આ છે આર્યસમાજ
આ મેફેર રોડ છેને આગળ સુભાષ રોડ જ્યાં લક્ષ્મી ટોકીઝ આવે
નાવલીવાલા બિલ્ડીંગ છે જમણે હાથે ને ડાબે ડી.એન.હાઇસ્કુલ
આ છે શારદા હાઇસ્કુલ  આવી  ને સામે સ્ટેટ બેંક ઓફ  ઇન્ડિયા
મુંગાજાનવરને લાગે બિમારી ત્યારે લાવેઆ જાનવરનાદવાખાને
                                                     ……ભઇ લાવે સૌ જાનવરના દવાખાને
આ આવી આણંદ નગરપાલિકા ને બાજુમાં હોમિયોપેથીક કૉલેજ
આ બળિયાદેવ રોડ જે સીધો લઇ જાય  સરદાર ગંજના વેપારે
આ ગામડીવડ ને ઘોયાતલાવ ને આ બેઠકમંદીરને વ્હેરાઇમાતા
ચોપાટો ને આ બહારલી ખડકી આઝાદમેદાનને હનુમાનની વાડી
                                                   …… ભઇ આવી આ હનુમાનદાદાની વાડી
વચ્ચે આવે અંબે  માતાને પાસે છે  સહજાનંદ સ્વામીનું  મંદીર
આ મઠીયા ચૉરો  પછી ઉંડી શેરી  આવે અને પછી પંડ્યા પોળ
આ  આવ્યું ચૉકસી બજાર અલબેલું  ને પાછળ  છે રબારી વાડો
અશોકસ્તંભ આવ્યો કપાસીયા  બજાર ને પછી લોટીયા ભાગોળ
                                                                  …..ભઇ આ છે લોટીયા ભાગોળ
આ લોટેશ્વર મહાદેવ ને આ સામે મસ્જીદ કેવી માનવતા મહેંકાવે
કૈલાસભુમી આવી ને ચામુંડા માતા છે સાથે આ જલારામ બાપા
આવ્યા પૉલીસના રહેઠાણો ને પછી આવે આ જાગનાથ મહાદેવ
ને હવે આવી આ નેશનલ ડેરી અને પાસે મમ્માદેવી છે બિરાજે
                                                                      ….અહીં મમ્માદેવી છે  બિરાજે
આગળ આવે ખેતીવાડી ને એગ્રી.કૉલેજ ને પાસે ઇરમાની કૉલેજ
પાછા વળતા આ  મહીકેનાલ ને આ આવી  ગણેશ ચૉકડી ને ડેરી
આ અમુલડેરી રૉડ કે જ્યાં વિશ્વનીઅમુલએવી અમુલડેરી છે આવી
ડેરી સામે આવેચાણવેરા કચેરી આવીને હવે આ ડીએસપી ઓફીસ
                                                                       …….ભઇ આ ડીએસપી ઓફીસ
છે શાસ્ત્રીબાગ ને સરદારબાગ,પીપલ્સબાગ ને સાર્વજનીક ઉધ્યાન
ભુલકાં આવેદોડી રોજ મનમુકીને માણેમોજ સહેલગાહે આવે દરરોજ
ગોપાલ ટોકીઝ ને સ્વસ્તિક ટોકીઝ,કલ્પના ટોકીઝ ને રાજેશ્રી ટોકીઝ
અને તુલસી ટોકીઝ મનોરંજન  કરાવે જનતાને આનંદમાં  દરરોજ
                                                                     ……..આનંદ કરાવે જનતાને રોજ
આ આણંદ આઇસ ફેક્ટરી ને આ જીમખાનાને આછે ભાથીજી મંદીર
આ માતામૅલડી ને સામે પાયોનીયર હાઇસ્કુલને પછી સીપી કૉલેજ
રામકૃષ્ણ ટ્રસ્ટનેપછી ભાઇકાકાહૉલ,આ ટાઉનહૉલને આ આર કે હૉલ
આ લાંભવેલ રૉડને ઇન્દીરારૉડ ને આ ઑવરબ્રીજ ને આ બસસ્ટેશન
                                                                 …….ભઇ પાછા આવ્યા બસ સ્ટેશન

###############################################
 

બા,બાપુજી કે બાપા


                        બા,બાપુજી કે બાપા
૧૫/૧/૦૮                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

 
બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.

બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.

બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.

અને અંતે
     બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
         (દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે

જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.

———————————————————————

જન્મદીન ભરતભાઇનો


                           hp.jpg 

 જન્મદીન છે આજે
            અમારા ભરતભાઇ બ્રહ્મભટ્ટનો
                                પચાસમો જન્મદિવસ છે આજે
માર્ચ ૨૬,૨૦૦૧                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
વાત અમોએ એક ખાનગી રાખી છેક
                 કોઇને કહેવાની નહીં આ વાત
                                      અમોએ છુપાવી રાખી આજ
માનવસમાજના છેસદસ્યને કીરીટભાઇનાભાઇ
                કીર્તીબેનના લાડલાદીયરને સેજલમીતલનાકાકા
નીતાબેનને હરખનામાતો અહીંતહીં ઘરમાં ભાગે
                હેતલ,જૈના કેક કપાવવા સંજીવને પપ્પાજોડેરાખે
રાજુભાઇ તોદોડી આવ્યા રુપાબેનને પણ લાવ્યા
                એવો  કૌટુમ્બિક પ્રેમ કે જેને મેળવવા મનડાં ચાહે
ભાગ્ય પ્રદીપના ખુલ્યા છેલાગે હૈયે આનંદ થાતો
                રવિ,દીપલને લઇનેસાથે ઇન્ડિયારેસ્ટોરન્ટ આવ્યો
વ્હાલા અમોને સ્નેહીસંબંધી ભાઇભાંડું ગણી યાદકરે
                મળ્યો અમોનેપ્રેમ કે જેની કલ્પના અમોને નઆવે
એવા અમારા ભરતભાઇપચાસની કેડી પકડી
                વનના બારણે આવી ઉભા સોપાનો ચઢવાને કાજે
વ્હાલા સૌને પ્રેમે સૌને માનવતાની સુવાસ ફેલાવે
                ધન્ય જીવનમાં સુખસમૃધ્ધિમાં આનંદ હંમેશ પામે
શ્રધ્ધાનીએ જ્યોત જલાવી માનવસેવા બીરદાવે
               એજ અમારી અપેક્ષા ને એજ અમારી  શુભકામના

          *************************
શ્રી ભરતભાઇ ભહ્મભટ્ટને તેમના પચાસમા જન્મદીન પ્રસંગે અમો સૌ
પુ.દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભરતભાઇને સુખ,સંમૃધ્ધિ,
તંદુરસ્તી સાથે સર્વ પ્રકારે શાંન્તિમય જીવન અર્પી સદા તેમનું રક્ષણ
કરી સુખી રાખે.     
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલના જય પ્રભુ જય જલારામ(હ્યુસ્ટન)   

કલમની કમાલ


                            કલમની કમાલ

તાઃ૫/૪/૦૭                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારી કલમ કરે કમાલ ઓ કલમધારી
           તારી કલમના પરચા અપાર ઓ કલમધારી
                                                          …..તારી કલમ કરે
પળમાં વરસે મેઘ,ને પળમાં જ્યોતે જ્યોત
         પળમાં માનવ કાયા જાગે,ને પળમાં શોકેશોક
                                                           …..તારી કલમ કરે
ઘડીમાંઆવ્યા બારણે,ને ઘડીમાં બેઠા બારીએ
        સ્વાગત નીરખીએ,ને ઘડીમાંજોઇએ જગઅપાર
                                                           …..તારી કલમ કરે
માયા મમતા મળતી.ને બહેન પ્રેમથી આંસુ લુછતી
        વંદન માબાપને કરતાં, ને હૈયે ઉભરાતાં હેત
                                                           …..તારી કલમ કરે
સૃષ્ટિનું સર્જન દેખાતુ,ને નદીના વહેતા નીર
       મનમંદીરમાં જ્યોતપ્રેમની,ને વસુંધરાની મહેંક
                                                          ……તારી કલમ કરે
વરસે અઢળક પ્રેમ,ને ખોબે ખોબે લઉ ઉલેચી
       આંગણે આગમન થાતા પહેલા હેતે લઉ નીરખી
                                                          …..તારી કલમ કરે

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
 

બોલો જય જલારામ


               bapahouston.jpg jalasai.jpg      

                               બોલો જય જલારામ
૯/૧/૦૮                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય  જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
                                                             …….બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયેરાખી,પ્રેમેપુકારુ બાપા સ્નેહે સ્વીકારજો 
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો,લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
                                                            ……જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે હેતવરસાવી, મુક્તિ કાજે સેવા સ્વીકારજો
દેજો પાવન ભક્તિ  અમોને,સંગે માડી રહેજો  ભક્તિ સથવારે
બાળ અમે તો ભક્તિ પંથે, દોરજો મુક્તિ દ્વારે ઓ વ્હાલાબાપા
                                                            ……જય જલારામ,જય જલારામ.
દુઃખીયોના બેલી તમો ,ને ભક્તોના વ્હાલા પરવરદીગાર  છો
વંદન છે ચરણે તમારા બાપા,કોટી કોટી સ્વીકારો અમારા
સંસારસાગર જકડી રહ્યોછે,હાથ ઝાલી પ્રદીપને ઉગારો બાપા
                                                             ……જય જલારામ,જય જલારામ.

——-જય શ્રી રામ……બોલો જય જલારામ……જય શ્રી રામ——

જગતમાં સંસારમાં રહી પરમાત્માને જેણે મેળવ્યા છે તે સંસારી સંત
પુજ્ય જલારામ બાપાની ભક્તિના આધારે પરમાત્માની કૃપાને પાત્ર
થવાના એક ઉત્તમ માર્ગ તરીકે તેમને પ્રાર્થનારુપે આ કાવ્ય અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર,હ્યુસ્ટન
 

નિરાંત


              . નિરાંત
૭/૧/૦૮                          .પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉઠો જલ્દી,જાવ જલ્દી,આવ્યો અવાજ એક
.        ટીફીન લેજો,ચા હોયતો પીજો નહીંતો પડશો લેટ
પેન્ટ પહેર્યું,શર્ટ પહેર્યું,ઉતાવળમાં બટન તોડ્યું એક
.       સમય સાથે નહીં ચાલુતો ચુકીશ બસજે પહોંચે છેક
મોજા લીધા,ખીસ્સામાં મુક્યા,બુટ પહેરી લીધા
.        ચા ના પીધી,ટીફીન મેં લીધુ,દોડ્યો સમય ને જોઇ
માંડમાંડ પહોંચ્યો નોકરીએ,કામ શરુ ને પેન ચાલુ થઇ
.         બપોર થયા ને રીસેશ પડી,હાશ અનુભવાઇ ગઇ
સમયને પકડી કામથી જકડી,મનથી મહેનત કીધી
.         આજકાલ ને હાથમાં રાખી કદમ મીલાવ્યા મેં
સંતાનની સીડી સાથે રહેતાં થોડી શાંન્તિ થઈ
.         ભણતરના ચણતરની સાથે દીકરાની પ્રગતીજોઇ
દી વાળતો દીકરો ને દીકરી સંગે ચાલતી થઇ
.           પત્નીની પોકાર ઘટી ને કહે આરામ કરજો અહીં
કૃપા જલાબાપાની ને સેવા સાંઇબાબાની સાર્થક થઇ
.            નિરાંત મનને થઇ અને જીંદગીમાં રાહત થઇ.

          ****************************