નિરાંત


              . નિરાંત
૭/૧/૦૮                          .પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉઠો જલ્દી,જાવ જલ્દી,આવ્યો અવાજ એક
.        ટીફીન લેજો,ચા હોયતો પીજો નહીંતો પડશો લેટ
પેન્ટ પહેર્યું,શર્ટ પહેર્યું,ઉતાવળમાં બટન તોડ્યું એક
.       સમય સાથે નહીં ચાલુતો ચુકીશ બસજે પહોંચે છેક
મોજા લીધા,ખીસ્સામાં મુક્યા,બુટ પહેરી લીધા
.        ચા ના પીધી,ટીફીન મેં લીધુ,દોડ્યો સમય ને જોઇ
માંડમાંડ પહોંચ્યો નોકરીએ,કામ શરુ ને પેન ચાલુ થઇ
.         બપોર થયા ને રીસેશ પડી,હાશ અનુભવાઇ ગઇ
સમયને પકડી કામથી જકડી,મનથી મહેનત કીધી
.         આજકાલ ને હાથમાં રાખી કદમ મીલાવ્યા મેં
સંતાનની સીડી સાથે રહેતાં થોડી શાંન્તિ થઈ
.         ભણતરના ચણતરની સાથે દીકરાની પ્રગતીજોઇ
દી વાળતો દીકરો ને દીકરી સંગે ચાલતી થઇ
.           પત્નીની પોકાર ઘટી ને કહે આરામ કરજો અહીં
કૃપા જલાબાપાની ને સેવા સાંઇબાબાની સાર્થક થઇ
.            નિરાંત મનને થઇ અને જીંદગીમાં રાહત થઇ.

          ****************************

પુ.શ્રી વિરાટભાઇ


                                  viratbhai-bday.jpg           

                                  પુ.શ્રી વિરાટભાઇના જન્મદીને
                        પ્રદીપ બ્રહ્મભટ્ટ        તથા          પ્રદીપ પંડ્યા
                                         તરફથી સપ્રેમ ભેંટ
૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮                                               હ્યુસ્ટન
         

          વ્યોમતણી વિશાળ ભાવના ને ઉજ્વળ જ્યોત જીવનની
                       માતાપિતાના સંસ્કાર સિંચન ને લાગણી ભાઇબહેનોની
          આગમન અમદાવાદમાં ૧૯૪૦માં જાન્યુઆરી ૨૦ના રોજ
                       માતાહિરાબેનમહેતા ને પિતાકનૈયાલાલના વિરાટભાઇ
          નવીપોળ શાહપુર અમદાવાદમાં જન્મ્યા જન્મ સફળકાજે
                       છ ભાઇબહેનોમાં પાંચમા સંતાન છે મહેતા વિરાટભાઇ
          યોગેશભાઇના નાનાભાઇ હતા ને જયશ્રીબેનના મોટાભાઇ
                       ઉમાબેન,જીગીશાબેનને છાયાબેનના હતાએનાનાભાઇ
          પગલુ ભર્યું જ્યાં ભણતર કાજે પહોંચ્યા સેંન્ટઝેવીયર્સ સ્કુલે
                       સ્કુલપતાવી એચકેઆર્ટ્સ કોલેજમાં એમએબીએડ કર્યું
          સંસારસાગરે આવી૧૯૭૧માં ઉષાબેનને જીવનસંગીનીકીધા
                       દવે યશવંતરાવ ને સવિતાબેન દવેની આશીશ લીધા
          ગૃહસંસારની પગથી ચાલતા કૉલેજમાં પ્રોફેસર હતા રહ્યા
                     દ્વારકાધિશની અસીમકૃપાને કર્મકાંડની ગતીનેવળગીરહ્યા
          કૃપા થતાં પ્રભુની ને માતાની આશીશ હતા વડીલોના પ્રેમ
                      મોટી દીકરી મૌલીબેન ને બીજી દીકરી નૈત્રીબેન જન્મ્યા
          અહોભાગ્ય સંતાનોના કે જેને પવિત્રભાવુક માબાપ મળ્યા
                      જીંદગીના સોપાન તણા વમળમાં પરભુમીને પાવનકરી
          માર્ચ ૧૯૮૧માંઅમેરીકા આવ્યાને કથાકીર્તનને જકડી રાખ્યા
                      જોબ કરીને કથા કરી પાવન કાર્યો કરતા હ્યુસ્ટ્નમાં રહ્યા
          જન્મદીન ઉજવતાંપ્રદીપ બ્રહ્મભટ્ટ નેપ્રદીપ પંડ્યા હરખાય   
                      વિનંતી પરમાત્માને કરીએ દીર્ઘાયુજીવન તેમનું મલકાય.

                    **********************************************

 હ્યુસ્ટનમાં પુ.શ્રી વિરાટભાઇ મહેતાના જન્મદીન પ્રસંગે દીર્ઘાયુની શુભેચ્છા સહઃ પ્રેમ સહિત
યાદ રુપે પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર તથા સનાતન શિવમંદીરના પુજારી શ્રી પ્રદીપ પંડ્યા
તરફથી ભેંટ.                                                          ૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮,ગુરુવાર