બોલો જય જલારામ


               bapahouston.jpg jalasai.jpg      

                               બોલો જય જલારામ
૯/૧/૦૮                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય  જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
                                                             …….બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયેરાખી,પ્રેમેપુકારુ બાપા સ્નેહે સ્વીકારજો 
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો,લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
                                                            ……જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે હેતવરસાવી, મુક્તિ કાજે સેવા સ્વીકારજો
દેજો પાવન ભક્તિ  અમોને,સંગે માડી રહેજો  ભક્તિ સથવારે
બાળ અમે તો ભક્તિ પંથે, દોરજો મુક્તિ દ્વારે ઓ વ્હાલાબાપા
                                                            ……જય જલારામ,જય જલારામ.
દુઃખીયોના બેલી તમો ,ને ભક્તોના વ્હાલા પરવરદીગાર  છો
વંદન છે ચરણે તમારા બાપા,કોટી કોટી સ્વીકારો અમારા
સંસારસાગર જકડી રહ્યોછે,હાથ ઝાલી પ્રદીપને ઉગારો બાપા
                                                             ……જય જલારામ,જય જલારામ.

——-જય શ્રી રામ……બોલો જય જલારામ……જય શ્રી રામ——

જગતમાં સંસારમાં રહી પરમાત્માને જેણે મેળવ્યા છે તે સંસારી સંત
પુજ્ય જલારામ બાપાની ભક્તિના આધારે પરમાત્માની કૃપાને પાત્ર
થવાના એક ઉત્તમ માર્ગ તરીકે તેમને પ્રાર્થનારુપે આ કાવ્ય અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર,હ્યુસ્ટન
 

Advertisements