કલમની કમાલ


                            કલમની કમાલ

તાઃ૫/૪/૦૭                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારી કલમ કરે કમાલ ઓ કલમધારી
           તારી કલમના પરચા અપાર ઓ કલમધારી
                                                          …..તારી કલમ કરે
પળમાં વરસે મેઘ,ને પળમાં જ્યોતે જ્યોત
         પળમાં માનવ કાયા જાગે,ને પળમાં શોકેશોક
                                                           …..તારી કલમ કરે
ઘડીમાંઆવ્યા બારણે,ને ઘડીમાં બેઠા બારીએ
        સ્વાગત નીરખીએ,ને ઘડીમાંજોઇએ જગઅપાર
                                                           …..તારી કલમ કરે
માયા મમતા મળતી.ને બહેન પ્રેમથી આંસુ લુછતી
        વંદન માબાપને કરતાં, ને હૈયે ઉભરાતાં હેત
                                                           …..તારી કલમ કરે
સૃષ્ટિનું સર્જન દેખાતુ,ને નદીના વહેતા નીર
       મનમંદીરમાં જ્યોતપ્રેમની,ને વસુંધરાની મહેંક
                                                          ……તારી કલમ કરે
વરસે અઢળક પ્રેમ,ને ખોબે ખોબે લઉ ઉલેચી
       આંગણે આગમન થાતા પહેલા હેતે લઉ નીરખી
                                                          …..તારી કલમ કરે

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@