સીટી બસની સહેલગાહે


                           anand.jpg 

           સીટી બસની સહેલગાહે
                              ……. આણંદ જોવા નીકળ્યા…
૧૩/૫/૮૩                                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાડી આવી પ્લેટફોર્મ પર ને વાચ્યું પાટીયા પર આણંદનું નામ
હરખભેર ઉતરીગયા ને પગથીયા જલ્દી ઉતર્યા જોવા શ્વેતગામ

સીટી બસમાં બેસી ગયા અને સહેલગાહે નીકળ્યા આણંદ જોવા
                                                              …અમે ભઇ નીકળ્યા આણંદ જોવા
સ્ટેશન રોડ પર ચાલી ધ્યાનથી જો જો ચાલે સીટી બસ નિરાળી
આ ડાબે છે લીમડાવાળું દવાખાનુ ને જમણે આનંદનિવાસલૉજ
જમણે રસ્તે બસ સ્ટેશન તરફ જાય ને આ છે સરકારી દવાખાનુ
ડાબે છે ભઇ કૃષ્ણ હાઉસીંગ  સોસાયટીને જમણે આવ્યો કૃષ્ણ રોડ
ગોપાલ ટોકીઝ ભઇ ડાબી બાજુ ને આ આર્યસમાજ  અહીં આવ્યુ
                                                                  ….જુઓ ભઇ આ છે આર્યસમાજ
આ મેફેર રોડ છેને આગળ સુભાષ રોડ જ્યાં લક્ષ્મી ટોકીઝ આવે
નાવલીવાલા બિલ્ડીંગ છે જમણે હાથે ને ડાબે ડી.એન.હાઇસ્કુલ
આ છે શારદા હાઇસ્કુલ  આવી  ને સામે સ્ટેટ બેંક ઓફ  ઇન્ડિયા
મુંગાજાનવરને લાગે બિમારી ત્યારે લાવેઆ જાનવરનાદવાખાને
                                                     ……ભઇ લાવે સૌ જાનવરના દવાખાને
આ આવી આણંદ નગરપાલિકા ને બાજુમાં હોમિયોપેથીક કૉલેજ
આ બળિયાદેવ રોડ જે સીધો લઇ જાય  સરદાર ગંજના વેપારે
આ ગામડીવડ ને ઘોયાતલાવ ને આ બેઠકમંદીરને વ્હેરાઇમાતા
ચોપાટો ને આ બહારલી ખડકી આઝાદમેદાનને હનુમાનની વાડી
                                                   …… ભઇ આવી આ હનુમાનદાદાની વાડી
વચ્ચે આવે અંબે  માતાને પાસે છે  સહજાનંદ સ્વામીનું  મંદીર
આ મઠીયા ચૉરો  પછી ઉંડી શેરી  આવે અને પછી પંડ્યા પોળ
આ  આવ્યું ચૉકસી બજાર અલબેલું  ને પાછળ  છે રબારી વાડો
અશોકસ્તંભ આવ્યો કપાસીયા  બજાર ને પછી લોટીયા ભાગોળ
                                                                  …..ભઇ આ છે લોટીયા ભાગોળ
આ લોટેશ્વર મહાદેવ ને આ સામે મસ્જીદ કેવી માનવતા મહેંકાવે
કૈલાસભુમી આવી ને ચામુંડા માતા છે સાથે આ જલારામ બાપા
આવ્યા પૉલીસના રહેઠાણો ને પછી આવે આ જાગનાથ મહાદેવ
ને હવે આવી આ નેશનલ ડેરી અને પાસે મમ્માદેવી છે બિરાજે
                                                                      ….અહીં મમ્માદેવી છે  બિરાજે
આગળ આવે ખેતીવાડી ને એગ્રી.કૉલેજ ને પાસે ઇરમાની કૉલેજ
પાછા વળતા આ  મહીકેનાલ ને આ આવી  ગણેશ ચૉકડી ને ડેરી
આ અમુલડેરી રૉડ કે જ્યાં વિશ્વનીઅમુલએવી અમુલડેરી છે આવી
ડેરી સામે આવેચાણવેરા કચેરી આવીને હવે આ ડીએસપી ઓફીસ
                                                                       …….ભઇ આ ડીએસપી ઓફીસ
છે શાસ્ત્રીબાગ ને સરદારબાગ,પીપલ્સબાગ ને સાર્વજનીક ઉધ્યાન
ભુલકાં આવેદોડી રોજ મનમુકીને માણેમોજ સહેલગાહે આવે દરરોજ
ગોપાલ ટોકીઝ ને સ્વસ્તિક ટોકીઝ,કલ્પના ટોકીઝ ને રાજેશ્રી ટોકીઝ
અને તુલસી ટોકીઝ મનોરંજન  કરાવે જનતાને આનંદમાં  દરરોજ
                                                                     ……..આનંદ કરાવે જનતાને રોજ
આ આણંદ આઇસ ફેક્ટરી ને આ જીમખાનાને આછે ભાથીજી મંદીર
આ માતામૅલડી ને સામે પાયોનીયર હાઇસ્કુલને પછી સીપી કૉલેજ
રામકૃષ્ણ ટ્રસ્ટનેપછી ભાઇકાકાહૉલ,આ ટાઉનહૉલને આ આર કે હૉલ
આ લાંભવેલ રૉડને ઇન્દીરારૉડ ને આ ઑવરબ્રીજ ને આ બસસ્ટેશન
                                                                 …….ભઇ પાછા આવ્યા બસ સ્ટેશન

###############################################