દાંતની રામાયણ


         drsharmilaben-b.jpg  drsharmilaben.jpg 

                              દાંતની રામાયણ
૧૯/૨/૨૦૦૮                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
આણંદ.

મસ્તમઝાના પેંડા ખાતો ને, જલેબી જોઈ હરખાતો
જીભલડી  લલચાતી ત્યારે, મનમાં હું લોભાતો ભઈ
                                           …..એવું મસ્ત મઝાનું ખાતો.
પડ્યોદાંત એક જ્યારે મુખથી,દોડ્યો સુધારવા કાજે
એક બતાવી ત્રણ પાડ્યા,ને કહે મોં સુધારવા આજે
મનમાં એમ કે બનાવટી દાંતે,તો ખવાશે ભઈ થોડું
ઊંમરમાં ના કોઈ ફેર પડશે, પણ મોં સુધરશે મારું
                                               …..ભઇ  મોં સુધરશે મારું.
પેંડાછુટ્યા જલેબીગઈ,અખરોટસોપારી ભુલાઈગઈ
ખાવા સારું મોંઢુ હલતુ , જાણે વધારે ખવાયું અહીં
ઉંમરના ઓવારે ચાલ્યો ,ને સમજુ હું હજુ છુ સુંદર
મોંમાં ખોરાક મુકતો જ્યારે,ત્યારે ઉંમર દેખાઈ ગઈ 
                                               ….. ભઈ ઉંમર દેખાઈ ગઈ.
દર્દ દાંતનું વધી ગયું,ને ખાવાનું ઓછુ થયું તઈ
આખરે નિર્ણય કરી લીધો,ને આવ્યો આણંદ અહીં
ના હસાતું કે ના ખવાતું, તોય મન લોભાતું ભઈ
જીભલડી લલચાતીને પેટ,તડપતુ કોઈ આરોનહીં
                                              …..ભઈ મારે કોઈ આરો નહીં.
ચાડું કરવા મોંડુના પડવાગયા ડૉ.શર્મીલાબેનને તહીં
મેફેરરોડ પર પહોંચીગયાને રિબકાબેને કેસકાઢ્યો ભઈ
મનમાં ચિંત મોંઢાની, ને વિચારું ત્યાં,વ્યથા વધુ થઇ
અરવિંદભાઇએ હાથ પકડ્યા ને ઇંજેક્શન આપ્યુ ભઇ
                                           …..આખરે ઇંજેક્શન આપ્યુ ભઇ.
શર્મીલાબેનનો  સ્વભાવસુંદર ને કામની સુઝ પણબહું
દાંત બગડેલા કાઢી લીધા જાણે ઘરનીસેવા કરતીવહુ
લાગણી મળતી અમને કહેતા, કાકા ચીંતા કરતાનહીં
બધુ સારું થઇ જશે એમ મનથી આશા આપતા અહીં
                                                …..ભઇ  આશા આપતા અહીં.
દાંતનુ દર્દ ને દાંતની પીડા ભઇ ઉંમરની સાથે થઇ
દાતણ ગયું ને બ્રશ આવ્યું,ત્યારથી બાજી બગડીગઇ
માયા વળગી વિદેશની જ્યાં,દેહ બન્યો આ વિદેશી
તોય ના છુટ્યું દેશીપણુ ને આણંદ આવી ગયો ભઇ
                                              ……હું આણંદ આવી ગયો ભઇ.
+++++++++++++++++++++++++++++++++++++++++
અમેરીકામાં થયેલ દાંતની પીડાથી મુક્તિ મેળવવા માટે મારા આણંદમાં આવતા દાંતના
ડૉક્ટર શર્મીલાબેન ખેડકરની સારવારથી મનની ઇચ્છા પુર્ણ થતાં તેમને તેમની સેવાની
કદર તથા માનવતાની મહેંક માટે આ કાવ્ય યાદ રુપે સપ્રેમ ભેંટ         પ્રદીપ બ્રહ્મભટ્ટ