મુક્તિ પ્રદીપને


                         મુક્તિ પ્રદીપને 

                            

૨૯/૫/૨૦૦૬                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

પડ્યો પ્રદીપનો પામર દેહ ધરતી પર,
                                 સગાં સંબંધી સૌ આવ્યા દોડી
સગાંકહે મૃત્યું પામ્યા,મિત્રો કહે મરીગયો,
                                પ્રેમસંબંધી કહે અવસાન થયુ
ને સંતોના ઉદગાર નીકળે ભક્તને મુક્તિ ગઇ મળી
           આણંદ શહેરમાં દેહને છોડીપરલોક પ્રયાણ થયું શરુ
                                                                  …..પડ્યો પ્રદીપનો પામર

મક્કમ જીવને માયા જલાબાપાની
                               સ્વર્ગ તરફ પ્રયાણ નિશ્ચિત હતું
આવ્યા બાપા સંગે વિરબાઇ માડી   
                               દીકરાના જીવને દોરી રહ્યા
અજરઅમર આજીવનીપદવી બાપાનાશરણેથઇ શરુ
          ના એમાં  છે શંકા આ  જીવને કે ના એમાં છે  ભ્રમ
                                                               ……પડ્યો પ્રદીપનો પામર
વિષધર દોડ્યા માપાર્વતીને લઇને
                            ગણેશજીને સાથે આવતા દીઠા
અજર અમર આ ભક્તના જીવને
                           મુક્તિદેવા સૌ સાથે દોડીઆવ્યા
ભત્રીજાની માયા હનુમાનકાકાને સંગે છે ઘંટાકર્ણ મહારાજ
આવ્યા પાવાગઢથી કાળકા માતા આવ્યા અંબામાતા સંગે
                                                                   ……પડ્યો પ્રદીપનો પામર
ભક્તિ સાચાસ્નેહની દીઠીહતી જ્યાં
                           દેવો નિરખેઆગમન આજીવના
સ્વર્ગતણી સેવાને પામવા આ જીવે
                           પત્નિ,સંતાનસહિત ભક્તિકીધી
ના સ્વાર્થ હતો ના હતો કોઇ સહારો ના માયા ના મોહ
પરમેશ્વરની પામવાકૃપા સંસારમાં નીર્લોભી ભક્તિ દીધી
                                                                ……પડ્યો પ્રદીપનો પામર
શકુબેન કહે મારો નાનોભાઇ,રક્ષા કહે મારાભાગના ભાઇ
છાયા,સુકેશા આવ્યા દોડી,કહે પ્રદીપભાઇ છે મોટાભાઇ
હર્ષદભાઇની આંખમાંઆંસુ,નેઅરુણાભાભીનાબોલી શક્યા
સુધીર આશાને આવતા જોયા,રાહુલ મીતા આવ્યા દોડી
ભાઇબહેનોના હેતખુબ ઉભર્યા,દીકરો ગયો બાપાને શરણે
                                                               ……પડ્યો પ્રદીપનો પામર
પાળજથી વિનોદ કામિની દોડ્યા,વલાસણથી કપિલાબેન
આંખો ભીની જગઝાંખુ દીસે,મેલડીમાને લઇ આવ્યા દોડી
કપિબેન કહે હતો મામાનો દીકરો,પણ હતો તેમારો ભાઇ
લાગણી  હૈયે  રમાને માટે,રવિ,દીપલ પણ ખુબ વ્હાલા
સદગુણબેનનેમંજુબેન ,જયંતીભાઇને પ્રવીણકુમારઆવ્યા
                                                          ……પડ્યો પ્રદીપનો પામર
જગની મિથ્યા માયા ના વળગી કાયાને
                          ભક્તિનો સંગાથ પ્રેમથી લીધો
સાથ રમાએ દીધો પ્રદીપને જીવન સંગે
                       જલાબાપાનુ ઉજ્વળ શરણુ લીધુ
પડ્યો પામરદેહ પૃથ્વી પર જીવ આવતા જુએ  છે સંતો
હરિઃઑમ કરતા પુજ્ય મોટા પધારે સાથે આવે સોમાકાકા
                                                       ……પડ્યો પ્રદીપનો પામર
વડતાલથી આવ્યા પુ.મોતીબા મહારાજ
                       ને સંગે પુર્ણ પુરુષોત્તમ ઘનશ્યામ
શેરડીથી સાંઇબાબા આવ્યા પ્રેમથી
                           સંગે ભક્તો પધારે અપરંપાર
પ્રેમ અનોખો જગમાં મળતો સ્નેહ ભરેલા હૈયે ઉભરાય
મુક્તિ જીવને જરુર મળશે મળ્યા વડીલોના આશીર્વાદ
                                                         ……પડ્યો પ્રદીપનો પામર
*************************************************************************
  ઉપરોક્ત લખાણને હુ.’પ્રદીપનું મૃત્યુ,અવસાન,મરણ કે દેહવિલય આપી શક્યો હોત પણ
આ દેહને જે નામ મળ્યુ છે તે સાર્થક કરવા જીવનની દરેક પળમાં પરમકૃપાળું પરમાત્માની
સેવામાં રહી મન,કર્મ,વચન અને વાણીથી જગતના મહાન સંસારી સંત પુજ્ય જલારામબાપા
ની સેવા સ્વીકારી તેમની કૃપા મેળવી આ જીવને મુક્તિ જ મળશે તેવો દ્રઢ નિર્ણય થયેલ છે.
અને તેથી આ લખાણને મુક્તિ શબ્દના શીર્ષકથી લખેલ છે.            પ્રદીપ બ્રહ્મભટ્ટ

Advertisements

ધરતીકંપ


                                ધરતીકંપ
                                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાહાકાર મચી ગયો જ્યાં જનજીવન સુખદાયી હતું
       નિરાકાર બન્યુ એ સ્થાન કે જ્યાં જનજીવન સાકાર હતું
ધરણીધરના કોપનો આતો નાનો એકઅણસાર હતો
      શીવજીના તાંડવનો અવનીપર આ પલકનો પોકાર હતો

માનવજીવન વ્યસ્તબને ત્યાં પળમાંપામર બનીગયો
      માબાપ કોને કહેવા હવેજ્યાં નિરાધાર માનવબની ગયો
ભાઇભાંડુનો સાથ હતો જે સ્વપ્નવત અહીં બની ગયો
      મારું મારું કરતો માનવ આજેઆધાર વિનાનો રહી ગયો

જગનો તાત રાજા પળમાં રંક ઠોકર ખાતો થઇ ગયો
      પ્રદીપ બનીશ જો જીવનમાં આત્મા તારો સુખદાયી થશે
અળગા કોઇને કરીશ જીવનમાં આત્મા તારો કોપશે
      સૃષ્ટિના અણસારને ક્ષણિક સ્મરણથીપામી જીવી જાણજે

નિરખીજગતને નિરાકાર તુ કલ્યાણજગમાં થશેઘણા
       મનમાં રાખી પ્રેમને  જગમાં માનવ જીવન  જીવી જજે
આશરો જેને એકનો જગમાં વલખાં તેને વળગે નહીં
        મનમાં  જેને ટેક એકની લેખ  વિધીના થાશે  ભેખ

મારુ મારુ કરતો માનવ ધરતીકંપમાં  ખપી  જશે
       રહી જશે  આલોક ના કરેલ માનવ સેવા જેવા કામ
કરેલ તારા કામને માટીનો માનવ ના કળી શકે
       સળગી જશે આમાનવદેહ સ્મશાનવત શાંન્તિ રહી જશે

——————————————— 

नौजवान


                                   नौजवान
१५/८/१९९७                                           प्रदीप ब्रह्मभट्ट

वतन के नौजवान है,वतनपे मिटनेको चले
               अपने हाथ है जहॉ, प्यारा वतन है वहॉ
                                                       …..वतन के नौजवान.
शान अपने साथ है,आन अपनी जान है
             प्यार अपना धरम है,मरना अपना करम है
                                                       …..वतन के नौजवान.
लेके अपने हाथ मे,यार के भी हाथ को
             ‘दीप’बनेंगे हम सदा,ज्योत अपने साथ है
                                                       …..वतन के नौजवान.
देख लेना आज भी,देश अपनी शान है
              मरना अपना काम है,वतन हमारे साथ है
                                                       …..वतन के नौजवान.
कौन जाने कल कहॉ,हमको है पता नही
            याद अपनी एक है,आझादी की टेक है
                                                      …..वतन के नौजवान.
कलहो या आजहो,वतनपे अपनी जान दो
             एक वादा अपना है,भारत हमारा अपना है
                                                      …..वतन के नौजवान.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કુદરત


                                      કુદરત
ઑગસ્ટ ૨૦૦૧                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
                           એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
                       પામ્યો શિકસ્ત જ્યારેએ કહે કુદરતનો ખેલએ
નેકી સાથ સાથ છે બંદો  તુ બને જો કુદરતનો
                        ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા હાથનો
                      કુદરતનો એ નિયમ એક બીજો હાથ થામે તારો
જનમસફળ મળશે તને કરજે સારા કામ નેકીથી
                      સફળ જીવન છે પ્રદીપનુ  કુદરતની એક ટેકથી
બંદો થઇ બંદગી કરે ફરજ તારી તે જ છે
                        મહેનતથી જે કામ કરે ઇશ્વર તારી નજદીક છે
તનમન તારા ચોખ્ખા રાખી કરજે ગમેતે કામને
                          કુદરત તારી સાથે છે કેમ કે બંદો તુ નેક છે
વળગી રહેશે તુ કામને સમય થોડો લાગશે
                          મળશે સફળતા તને થોડા કઠીન કાળ પછી
સકળ જગતને આશ છે ઇશ્વર સૌની સાથ છે
                       ભ્રમ જગતને ખોટો છે નેકીવગરએ અળગો છે
માનવ માનવમાં વેર છે એવું જગતમાં કેમ છે
                        સૃષ્ટિ એ તો કુદરત છે બાકી જગતને વ્હેમ છે
જનમ મળ્યો તને માનવનો એતો રહીમનીમહેર છે
                      બાકી જીવો છે ઘણા તેની જગતમાં ક્યાં ખોટ છે
પ્રેમ કરીશ તું પ્રાણીને પાછળ પાછળ તે ફરે
                    ચાહત માનવીની મળે માનવી માનવીનેચાહે તો

**************************************************

જાણી લેવું


                                   જાણી લેવું

પ્રદીપ બ્રહ્મભટ્ટ                                             હ્યુસ્ટન

ભણતર એ જીવનનું ચણતર છે તે જાણી લેવું
કરેલાકર્મનો બદલો અહીંજમળેછેતે જાણી લેવું
         દરજીને ત્યાં જઈ મિત્રની દુશ્મનાવટ જાણી લેવી
         સંસારીને ત્યાં જઈ સંસારની ઘટમાળ જાણી લેવી
સીંધીનેત્યાં જઈપત્થરનેપામવાની રીતજાણી લેવી
ગુજરાતીથીએકબીજાનેપારખવાની રીતજાણી લેવી
         યુવાનીમાં પ્રવેશેલા સંતાનના વિચારોજાણી લેવા
         કરેલા સતકર્મો   મિથ્યા નથી જતા તે જાણી લેવું
સાચો પ્રેમનેમાયા ગમે ત્યારે જણાશે તે જાણી લેવુ
પંખીનું ઉડવું ને પ્રેમીનોપ્રેમ બન્ને સરખાતેજાણીલેવું
         માટી ની આ કાયા માટીમાં મળશે  તે જાણી લેવું
         પરોપકારમાટેનોપ્રકાશતે પરદીપ છેતે જાણી લેવુ
સ્વાર્થીસ્નેહ નેદરીયાનું મોજુ સરખાછે તે જાણી લેવું
મળેલામનનેતન એ જીવનની ઝંઝટછેતે જાણી લેવું
         જન્મ મળ્યો છે તેનું મૃત્યું નિશ્ચિતછે તે જાણી લેવુ
        પરમાત્મા એકજ છે નામો અનેક છે તે જાણી લેવુ
સતકર્મો એજ જીવનનું સાચુ ભાથુ છે તે જાણી લેવુ
કુકર્મો એ જ ભુમીનો  બોજ  વધારે છે તે જાણી લેવુ

**********##########**********##########
 

પ્રભાત સ્વતંત્રતાનું


                         પ્રભાત સ્વતંત્રતાનું
૧૩/૭/૧૯૯૮                  હ્યુસ્ટન           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલરવ કલરવ થાતાં થાંતા,ઉગી રહ્યું પ્રભાત
        મંદ મંદ આ મહેંક સાથે ,આવી રહ્યું સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
સંગસંગ સૌ સાથે ચાલ્યા,હળી મળીસૌ હાલી
       એક ભાવનાસાથ સૌનો,લાવીદીધુ સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
કર્મ કર્મ સૌ કામે આવ્યા ,મન મનોરથ પુર્યા
       નાતજાતના ભેદભુલીને,માણી રહ્યા સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
તનમન અર્પણ કરીને,નિભાવો દેશનીલાજ
       સાચી શ્રધ્ધા સાચો સ્નેહ,લાવી રહ્યા સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
પ્રેમપ્રેમના મણકા પરોવી,હેતજગતમાં માણો
      પરદીપ બનીલાવીરહ્યા,અમર અમારું સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
*********************************************

માબાપની માયા


                               માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮              અમદાવાદ                પ્રદીપબ્રહ્મભટ્ટ

માબાપની માયા  લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
                          …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

પ્રભુ  સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો   લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ  પિતાનો મળશે
સંતાન  થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું            
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

##########################################