આવું કેમ?


                             આવું કેમ?
૨૯/૪/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતના આણંદમાં જ દુધની ડેરી કેમ?
                  કારણ એ ભારતનું અમુલ શહેર છે.
ગુજરાતીઓ વિશ્વમાં કેમ વ્યાપેલ છે?
         કારણ ગમે ત્યાં જીવનના સોપાન શોધી કાઢે છે.
ડૉલરની કિંમત હવે કેમ ઓછી થવા માંડી છે?
      ગેરકાયદેસરને કાયદેસરનો લાભ મળવો શરુ થયો એટલે.
એકજ ધર્મનું બીજુ મંદીર થાય ત્યારે જુનુ મોટુ કેમ કરે?
          કારણ જુના મંદીરની આવક ઓછી ના થાય.
મંદીરવાળા રસોઇ તથા મીઠાઇનો ધંધો અહીં કેમ કરે છે?
      મફતમાં મળતા લોટ-તેલના ઉપયોગથી ડૉલર ઉભા કરવા.
પોતાના ઘરનું સમારકામ અહીં જાતે કેમ કરે છે?
          અહીંના ડૉલરને રુપીયાથી ગણી વિચારે છે એટલે.
અહીં લાલી લિપસ્ટિકનો ઉપયોગ વધારે કેમ થાય છે?
       પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ આ દેશમાં વધારે છે એટલે.
અહીં એક ગામથી બીજે ગામ જવા રેલગાડી કેમ નથી?
        પેસેન્જર મળે નહીં અને વસ્તી કરતાં જમીન વધારે છે.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
————————————————————————————

સ્વપ્ન!!! ના સાકારતા


                         સ્વપ્ન!!! ના સાકારતા
૩૧/૮/૧૯૭૮                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

     હજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.
તેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ
આંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને  મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ
યાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.
આજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો
આત્મા માને છે..ના સાચીવાત છે અને હજુ મારા હ્રદય પરસવાર થઇને બેઠીછે.
આ વાત ને જાણે એક જ દીવસ થયો હોય તેમ લાગે છે.
        મારી અને તેની આંખોનું  મિલન  તેના ઘરની નજીકનાગામમાં થયું હતું.
યુવક મહોત્સવના એ પ્રસંગે જાણે બે માછલીઓ એક જાળમાં ફસાવા આવી ગઇ.
મારો અને તેનો પહેલો પરિચય તો તે પણ  જાણતી ન હોતી. પણ છતાં અમારી
આંખો એક બીજાને જોવા લાગી જાણે વર્ષોનો સચવાઇ રહેલો પ્રેમ નૈનોથી આજે
મળી રહ્યો છે. નમારું મોં ખુલ્યુ કે નમારી આંખો ફેરવી લેવાઇ.તેનોસાદોપહેરવેશ,
મોં પરનોનિખાલસ હાવભાવ મારામનપર સવાર થઇ ગયોહતો.સાદાપહેરવેશમાં
પણ તેનામાં કલાનીઆરાધ્યતા જોવામળતી હતી જ.એમારે મનમનની દેવીહતી,
કારણ મેં મારા મનમંદીરમાં કલાને સ્થાનઆપેલ હતું જ, અને આથી જ કલાનીએ
દેવીને મારા મનની દેવી બનાવવાની ભાવના મનમાંજાગી.પ્રથમપરીચયમાંફક્ત
હું જ જાણતો હતો કે તે મારા મનનીદેવી થવાને લાયક છે.જ્યાંસુધી સાથે રહ્યાત્યાં
સુધી તેના પર મારી નજર, મારું દીલ કુરબાન હતું.પણ હોઠ હલ્યા જ નહીં, સીવાઇ
રહ્યા. જો હાલ્યા હોત તો આજે   એકલો અટુલો ના હોત, તે દેવીને મનના મંદીરમાં
બેસાડી મારા મનનીરાણી બનાવી લાવ્યો હોત,અરે મારા ઘરની રાણી બનાવીલાવ્યો
હોત..પણ!!!
             સમય ક્યાં વહીગયો છે તેમ માની ફરી મળ્યો.એના તરફથી પ્રથમવાર
મારા પરના પ્રેમની વાત તેના મુખેથી સાંભળી.મન હાથમાં ન રહ્યું આમતેમ ઘુમવા
લાગ્યું અને તેના એ ભોળા અને પ્રેમાળ મુખડાને જોઇ મન નાચી ઉઠ્યું. તે પણ મારી
ને તેની વણ કલ્પી યાદ બની ગઇ. હજુ તો મારા ખભા પર મુકેલા માથાના વાળના
ટુકડા આજે પણ ખભા પર પડેલા છે તેમ લાગે છે. એનો એ પ્રેમાળ ચહેરો, સ્નેહાળ
સ્પર્શ મને અને મારા આત્માને ચીર શાંતિ અર્પી ગયો.એ પ્રેમ મનઆજે ભુલી શકતું
નથી.હજુ તેની એ ધીમી ગતીને નિહાળવા તત્પર છે. તેની બે શબ્દોની લીપીમાં
તેની પ્રેમમાં નિષ્ઠા, કુટુંબ પ્રત્યેની ભાવનાને પામવા હું સમર્થ બનીશ કે નહીં? તે
માટે પ્રયત્ન કરતો જ રહીશ તેમ આત્મા માની રહ્યો છે.દીવાની જ્યોત જેમ બળે છે
તેમ વધુ પ્રકાશ અર્પે છે.જ્યોતને સીધો સંબંધ દીવા સાથે જ છે.પરકાજે સળગતી
જ્યોત જો પોતાની સાચી ભાવનાથી દીપ સાથે સંગ રાખે તો એ જગતમાં હંમેશા
પ્રકાશ આપી શકે છે.પણ આ માટે એકની કુરબાની જગતમાં લખાયેલી જ છે. મારા
પરના અત્યાચારોને હું ભુલવા તૈયાર થયો ત્યારે તેની મહાન ભાવનાને ન ડગાવી
શક્યો. જ્યોતને ન સમાવી શક્યો . જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના
સહવાસથી દીપ જગતને પ્રકાશ આપી શક્યો હોત!!!
           અને મને વિશ્વાસ છે કે મારી ભાવના અમર છે એમ લાગતું હતું કારણ
આ જાતની સ્થિતિ મારી આંખો સ્વપ્નામાં પાંચમી વાર જોઇ ચુકી હતી અને તેપણ
પરોઢના સમયે. કારણ જ્યારે જ્યારે આ સ્વપ્ન આવ્યુ ત્યારબાદ સવારના પાંચના
ટકોરાથી જાગીજવાયું હતું.
     કહેવત છે કે વહેલી પરોઢનું સ્વપ્ન સાચું જ પડે છે. શું મારે પણ??????

***************************************************

આગમન ઉર્મીબેનનુ..


                     

આગમન ઉર્મીબેનનું….
                     ……આંગણે અમારે…..
તાઃ૨૪/૪/૨૦૦૮           હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધારો સરસ્વતીના સંતાન,
         પ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય
                      જેની રચના અમારી કલમથી ના લખાય
                                 એવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.
પધારો પ્રેમ સ્વીકારી આજ,
         હ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય
                     પ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને
                                 લેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.
પામવા પ્રેમ સર્જનહારોનો,
         મનડું હંમેશા થનગન થનગન થતું જાય
                    ઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં
                               આજે સાગર સર્જકોનો અહીં રહ્યો ઉભરાય.
આંગળી ઝાલી ઉર્મીબેન ની
        સાહિત્યસાગર તરવાનિકળ્યા પ્રદીપ બ્રહ્મભટ્ટ
                  સ્નેહ ઉલેચવા આવ્યા ઓળખી અમારામન
                                ગુજરાતીથી ભરી દીધુ આ અમેરિકાવન.

————————————————————————–—————-
     આજે અમેરીકામાં ગુજરાતી ભાષાનો સાગર ભરનાર બેન કે જેને સાહિત્ય જગત
“ઉર્મીસાગર” ના પ્રખર નામથી ઓળખે છે તેઓ આજે હ્યુસ્ટનમાં પધાર્યા છે જે  ખુબ
જ આનંદનો પ્રસંગ હોઇ  આ લખાણ મારા તરફથી  યાદ રુપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી ભેંટ           તાઃ૨૪.૪.૨૦૦૮   ગુરુવાર
   
 

બંધન પ્રેમનુ


                          બંધન પ્રેમનુ
૨૪/૪/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્ત ને પ્રભુથી છે પ્રેમનુ બંધન,
માતાપિતાને સંતાનથી છે પ્રેમનુ બંધન
પતિને પત્નીથી છે પ્રેમનુ બંધન,
મિત્રને મિત્રનું છે પ્રેમનુ બંધન
ભાઇને બહેનનુ છે પ્રેમનુ બંધન,
શીષ્યથી ગુરુજીને છે પ્રેમનુ બંધન
માલીકથી પ્રાણીને છે પ્રેમનુ બંધન,
માયાને મમતામાં છે પ્રેમનુ બંધન
જલાબાપાથી પ્રદીપને છે પ્રેમનુ બંધન,
રાધાને કૃષ્ણથી છે પ્રેમનુ બંધન
લેખકને કૃતિથી છે પ્રેમનુ બંધન,
પ્રેમીને પ્રેમીકાથી છે પ્રેમનુ બંધન
પ્રેમ મળે પ્રેમથી જ્યાં છે પ્રેમનુ બંધન
હૈયે હેત ઉભરે છે જ્યાં પ્રેમનુ બંધન

***********************************************************

આંસુ


                                 આંસુ
૨૩/૪/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે
પાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ
નીત ઉઠીને મા શોધુ જ્યારે,  આંખમાં આવે આંસુ ત્યારે
                    આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે
ખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં
આશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે
                    આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કોલેજના પાસ કર્યા ચાર વર્ષ,જાણે જીતી લીધુમેં સ્વર્ગ
પહેર્યા ટાઇ પેન્ટ ને શર્ટ,શોધુ નોકરી વિચારી તર્કવિતર્ક
ખભે હાથ માતાપિતા રાખે, આંખમાં આવે આંસુ ત્યારે
                    આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

આવી જીવન સંગીની જ્યારે, જીવન જીવવું શોભે ત્યારે
હૈયે હેત માબાપને ઉભરતું, ચરણે વંદન જ્યારે કરીએ
મા અમને બાથમાંલેતી જ્યારે,આંખમાં આવે આંસુ ત્યારે
                    આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

પુષ્પ


                  gulab.jpg              

                           પુષ્પ
૨૨/૪/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી
કેસુડાનાફુલકે સુર્યમુખીનાફુલ,સુગંધપામીથાયહૈયા ડુલ

પુષ્પ ગુચ્છ અર્પણ છે તેને, લાયકાત જગે મેળવી જેણે
પરમાત્માનો  લેવા  પ્રેમ, ભક્તો પુષ્પો  લાવે છે અનેક

જીવનસંગીની  બની પ્રદીપની, પુષ્પહારપહેરાવી રમા
સાહિત્યકારોના કીધા સન્માન, દીધાતેમને ફુલોના હાર

હાથે બાંધી ફુલડાના હાર,  મુજરો માણતા દીઠા જુવાન
સુગંધ સાથે પ્રેમ વધે, ને  મુરઝાતા દીલડા તુટે અજાણ

નેતાને વ્હાલા ફુલોના હાર, ના  જુએ એ દુશ્મનના વાર
રાજીવ ગાંધીનુ અકાળ મૃત્યું, ગળે હારનંખાવતા મેળવ્યુ

મોહ મેળવવા હાર ધરાતા, ને મુક્તિ દેવા પુષ્પ રખાતા
મૃત શરીરની પુષ્પપથારી,સુગંધ સાથે અહીં ભરીદેવાતી

કેવી કુદરતની અગણીત કૃપા, પામી પુષ્પ સૌ હરખાતા
મલે  પ્રેમથી પુષ્પ  એક, ના હારની કોઇ  જરુર જણાતી

સુગંધ પુષ્પની ક્ષણની સાથે,  હૈયે હેત રહે જગની સાથે
પ્રેમકરજો મેળવજોદીલથી,રહેજો દુર પુષ્પ પાંદડીઓથી.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

 

 

સંસારની….


                               સંસારની….
૨/૪/૨૦૦૮                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની આ ઝંઝટથી કોઇ નથી  બચવાનું
સંસારની આ માયાથી કોઇ નથી  છુટવાનું
સંસારની આ વિટંમણામાંથીપાર તારે પડવાનું
સંસારની આ સરળતાને માણી તારે  જીવવાનું
સંસારની આ ઘટમાળમાં  ઘુંચાઇ તારે રહેવાનું
સંસારની આ પગડંડી પર  સૌને છે  ચાલવાનું
સંસારની આ શરુઆતમાં બાળક તારે બનવાનું
સંસારની આ પગથીપર જુવાનતારે છે થવાનું
સંસારની આ સાંકળમાં પતિપત્નિથી બંધાવાનું
સંસારની આ પતઝડમાં માબાપ તમારે થવાનુ
સંસારની  આ લપેટમા  મહેનત  તારે કરવાની
સંસારની આ સૃષ્ટિથીબચવાભક્તિતારેકરવાની
સંસારની આ સાકળથી કોઇ  નથી  બચવાનું

———-————————————–

લટક્યો


                     લટક્યો
૨૦/૪/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે વાંદરો લટક્યો
                       પાંદડા કુપળ ખાવા એ લટક્યો
તુટીડાળ ના ભોંયે પડવા લટક્યો
                 એકડાળથી બીજડાળજવાએ લટક્યો
પાંડદુ છોડી ફળ ખાવાને લટક્યો
                       ઉંધે માથે ના પડવાએ લટક્યો
જન્મ લઇ જીવ આ સંસાર લટક્યો
               મોટાપાના મોહમાં માન મોભે લટક્યો
ઉજ્વળ કરવા જીવનને અભ્યાસે લટક્યો
                માન અપમાનમાં અભિમાને લટક્યો
પતિ,પત્નિ,સંતાનથી માયાએ લટક્યો
                      અંતરને જોવા ભક્તિએ લટક્યો
ભક્તિના પગલા પામવા મંદીરે ભટક્યો
                  જીવ જલાસાંઇની સેવા એ અટક્યો

*******************************************

પ્રેમની ભક્તિ


                     પ્રેમની ભક્તિ
તાઃ૧૯-૪-૨૦૦૮                   પ્રદિપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પિચકારી એ હૈયુ હરખાઇ જાય
       આંખોના અણસારમાં જીવન હોમાઇ જાય
સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જાય
        ભક્તિના  ગુમગાનમાં મુક્તિ મળી જાય
કુદરત કેરા પ્રેમમાં દુનીયા ભુલાઇ જાય
        સંસાર જેના આંગણે શ્રીહરિ વિસરી જાય
સગપણ સાચુ સ્નેહથી સૌને મળતું જાય
        વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જાય
માયાજીવન કર્મતણા બંધનેચાલતુ જાય
        પ્રેમપ્રભુનો મળતાજીવનેમુક્તિમળી જાય
પ્રદીપરમારવિને પ્રેમ જલારામથી થાય
        અંતરમાંઆનંદઉભરાયનેપ્રેમમળતો જાય
નાચિંતા સંસારની જ્યાં ભક્તિ સાચી જાય
         વ્યાધિ નશ્વરદેહની મનથી નીકળી જાય
કુદરતની આઅકળલીલા જીવનેવળગીજાય
         માનવમહેરામણ જગમાંબધેપ્રસરી જાય

—————————————-
 

સ્વ.હિરાબાની યાદ


                                      જયશ્રી રામ                                 જય  જલારામ બાપા           

                              સ્વ.હિરાબાની યાદ

 ૧૫/૪/૨૦૦૮                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

 ગુરુવાર                                                           હ્યુસ્ટન

જન્મ ધર્યો તમે વિરપુરમાં,ને પાવન  કર્યો આ જન્મ
જલાબાપાના વ્હાલા દિકરી,નેઅર્ધાગીની હર્ષદભાઇના
                  શ્રધ્ધા ભક્તિપ્રેમ મળેત્યાં,ને ઉભરે સદાય હ્રદયે હેત
                  લાગણીમળતા મળી અમને,ને મળ્યો  છે સાચો  સ્નેહ
ગુરુવાર જલાબાપાનેવ્હાલો,ને દીકરીએ  મુક્યો સંસાર
સાલ૨૦૦૮નીદસમી એપ્રીલ,ને મુક્તિ મળી આ દેહને
                  પવિત્ર પાવન જીવન જીવી,નેરાખેપ્રદીપ,રમાપરહેત
                  ક્યાંથીક્યાંઅમને લાવી દીધા,ને મળ્યા હ્યુસ્ટનમાંછેક
મુક્તિ મળી છે આદેહ થકી,ને છોડી ગયા નાશ્વંત દેહ
સ્નેહ સુગંધ પ્રસરાવીગયા,ને ઉભર્યા હૈયા સ્નેહેઅનેક
                   અગ્નીદાહ મળશે આજે,ને આનશ્વરદેહ પંચભુતેમળશે
                  વિલિન થશે જ્યારે આ દેહ, ને ભક્તિનો સથવારો છેક
લાગણી સંતાનોની મળશે,ને આનંદકિલ્લોલછે મુક્યા
સંતાનોના સંતાનને દીઠા,ને સફલ  બનાવ્યો  જન્મ
                   હૈયાઅમારા ભરાયા આજે ,આ દેહ અમને નહીં દીસે
                   આત્મા અજર અમરછે તેનો,મળે જલાબાપાનો સ્નેહ

                                                          ——————

              વીરપુર ગામના દિકરી પુ.હીરાબાએ તાઃ૧૦મી એપ્રિલ, ૨૦૦૮ને  
ગુરુવારના પવિત્ર દિવસે હ્યુસ્ટનમાં પુજ્ય શ્રી જલારામ બાપા ની સેવા
કરવા આ નશ્વર દેહે તેમના પતિ શ્રી હર્ષદભાઇતથા તેમના પુત્રના હસતા
ખેલતા સંસારનો ત્યાગ  કરી સ્વર્ગ તરફ પ્રયાણ કય્રું. તે પ્રસંગને યાદગીરી
રુપ ગણવા અમારા તરફથી ભેંટ.

પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ ના જય જલારામ સહિત પવિત્ર દેહને વંદન.