ભક્તિની શક્તિ


                

                    ભક્તિનીશક્તિ

તાઃ૬/૫/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જેને શક્તિ ભક્તિની,સ્નેહ દીસે તે જગમાં
મનમાં ના કોઇ વ્યાધી તેને, ના ચિંતા ભઇ તેને
               આવો મિત્રો સૌની સંગે,લઇએ આજે લ્હાવો
                                    …ભઇ લઇએ આજે લ્હાવો.
માળા લીધી જ્યારે હાથમાં, સ્મરણ પ્રભુનુ રહેતું
મનની છુટી મિથ્યા માયા,નામોહ રહ્યાછે સ્પર્શી
              આંગણે આવેલાની સેવા,મનથીમાની લઇએ
                                     …ભઇ મનથીમાની લઇએ.
તારુંમારું જાણી મેં લીધું,રહી ના હવેકોઇ વ્યાધી
આધી વ્યાધીની સૌ ઉપાધી,ભક્ત્ જલાથી છુટી
               માગવી તારે જીવન મુક્તિ,ભક્તિ કરવીભાવે
                                         …ભઇ ભક્તિ કરવીભાવે.
એકજીવ ને અનેક સ્વરુપ,તોય કર્મનાબંધન લાગે
લાલચ છુટીને કામના તુટશે,નમતા પ્રભુના ચરણે
              માનવ જન્મ મહેંકીરહેશે,રોજ નમે તુ શીવને
                                      …ભઇરોજ નમે તુ શીવને.

+++++++++++++++++++++++++++++++++++++++++++++