ચાલો ગુજરાત


                   ચાલો ગુજરાત
૧૧/૫/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મિત્રો યારો તૈયાર રહેજો, માણવા અહીં ગુજરાત
મળતા મળ્યો છેલાભ જેનો આવ્યો અવસરઆજ

કંઇક વાંચવું ગમે જો તમને દોડ્યા આવજો વ્હેલા
એકડો બગડો સમજી ગયા જ્યાં લેજો લ્હાવો તેનો

આવશે અહીંને લાવશે સંગે, હૈયે અનંતાનંત હેત
સોળેકળા જ્યાં દિપીઉઠે ત્યાં મળે ગુજરાતી અનેક

ગાથા તો ગુજરાતની ગુંજે જ્યાં જ્યાં છે નરનાર
નાચુકશો કે ના ભુલશો ભઇ છે જગમાં અપરંપાર

ગદ્યપદ્યના સર્જનહારો ને સાથે શોભા ગુજરાતની
આવશે અહીંને કહેશે અહીં,નાઅવસર દીઠો અહીં

માન જેને મળી ગયા છે,ને મળશે જેને છે શોભે
પ્રદીપ પ્રેમે તરસી રહ્યો છે  માણવા સુંદર  મેળો

===============================
//////////જય ગુજરાત જય ગુજરાત ////////////////

       ગુજરાતીઓના ગૌરવ સમો આ ઉત્સવ અમેરીકામાં આ વર્ષે ‘ ચાલો ગુજરાત‘સમગ્ર
દુનીયામાં યાદગાર બની સુંદર રીતે પ્રેમ અને આનંદ સહિત ઉજવાય તે ઉજ્વળ ભાવના
સહિત જય ગુજરાત.                  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન)
સ્થળઃ Raritan Expo Center, Edison, New Jersey, USA
on August 29th, 30th & 31st, 2008.