એક છે અનેક


                     એક છે અનેક
૨૩/૫/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દ એક છે તેના અર્થ છે અનેક
સ્કુલ એક છે તેના ક્લાસ છે અનેક
જીભ એક છે તેના ઉપયોગ છે અનેક
મા એક છે તેના સંતાન છે અનેક
પ્રભુ એક છે તેના ભક્તો છે અનેક
વ્યક્તિ એક છે તેના લફરાં છે અનેક
કહેવાની વસ્તુ એક છે તેના રસ્તા છે અનેક
ઘર એક છે તેમાં રહેનારા છે અનેક
ભક્તિ એક છે તેની રીત છે અનેક
પ્રેમ એક છે તેના સ્વરુપ છે અનેક
ભારતદેશ એક છે તેના રાજ્યો છે અનેક
મુક્તિમળે છે એકને તેના રસ્તા છે અનેક
મનુષ્ય જીવન એક છે ને વ્યાધીઓ છે અનેક

??????????????????????????????????????????????????????????????????

આ તો તમે રહ્યા..


           આ તો તમે રહ્યા..
                           ઘરના એટલે………
૨૩/૫/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળપણમાં એકડો બગડો બોલવો ગમે નહીં
         પાટી પેન પકડતા હાથમાં ના ઉત્સાહ હતો કંઇ
તોય કમને નિશાળે ગયો ને થોડું ભણ્યો તહીં
         તેથી લખતાંવાંચતાં ફાવીગયું આવી ગયો અહીં
                         …..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
જુવાનીના જોશમાં ગામમાં દેખાવ કરતો બહું
           વાળ ગોઠવું ગુચ્છો પાડું ચાલવાનું ઠેકાણુ નહીં
કસરત કરવા વહેલોઉઠી ના જતો અખાડે તહીં
           શરીરદેખાય સુડોળ પણ મગજમાં ઉત્સાહ નહીં
                          …..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
લોકોને જોઇ ભણવા જતો મનમા ઉમંગ નહીં
           કોલેજ જતો ત્યાં કોલર ઉચારાખી ચાલતો તહીં
સ્ટાઇલમાં રહેતો હંમેશ જાણે નૌટંકીનો હું હીરો
            મારતો વ્હીસલ જ્યારે બે ચાર મિત્રો દેખુ હારે
                          …..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
ઉત્સાહ મુકેલ પાછળ પણ ઉંમર તો થતીગઇ
            ના ના કરતાં એક દીવસ હું પરણી ગયો ભઇ
લફરાં નાંના નાંના હતાંહવે વળગ્યું લફરુંમોટું
            જીવન હવે ના ચાલે વાંકુ મહેનત ભરેલુ દીઠુ
                          …..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ

***********************************************************************************