ઇર્ષાસ્નેહ


                       ઇર્ષાસ્નેહ

૨૭/૫/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગરમાં એક ઝેરનું ટીપું, લે જીવો છે અનેક
          ના જુએ તે પ્રાણી માનવ, મિથ્યા બનાવે છેક
અમૃતની જો મીઠી બુંદને,વહેતી કરી દો એક
         પ્રાણી માત્રના જીવન સ્પંદન,સદા મહેંકે અનેક
સ્નેહ પ્રેમની જ્વાળા પ્રકટે,અખંડ માનવ દેહે
         ઉજ્વળજીવન પાવનજીવ જ્યોતસુવાસની સોહે
ખોલતા ઇર્ષાનોપટારો ,અનંત જીવોઅટવાશે
         ના આરો કોઇ રહેશે,જ્યાં સાગર ઝેર તમને દેશે
સ્નેહસમેટશો પામશોપ્રેમ,દ્વેશઇર્ષા છુટશેઅનેક
         સાર્થક જીવનસાર્થક જન્મ,નહીંમળે ફરી આ નર્ક
ઇર્ષાનો તો સાગર છે, જગતમાં વ્યાપો છેક
        સ્નેહનું બીદુંએકમળે પાવનજીવન તેમાં ના મેખ
લાગણી મનમાં થાય ઘણી,ને ઉભરાથાયઅનેક
        પ્રેમ જોસાચાદિલથી હશેનહીં દુશ્મન જગમાંએક
માનવીની માનવતામાં છે જીદગીનીથોડીઝંઝટ
        પાર પ્રેમથી પડી જશો, છોડજો ઇર્ષા કરજો સ્નેહ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++