વિશ્વાસ પ્રભુનો


                        વિશ્વાસ પ્રભુનો
૨૨/૫/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની પર અવતાર મળ્યો જ્યાં કૃપા પ્રભુની થઇ
                   ઉપકારોની હારમાળામાં જીંદગી ઝપટાઇ ગઇ
પ્રથમ શરણે માતપિતાને દેહ છે દીધો અહીં
                  પ્રેમની અસીમકૃપા હતી જે સંતાને આવીગઇ
પુત્રબની અવનીપર સંસારની માયા લાગીગઇ
                  માતપિતાની માયાને પરમાત્માથી પ્રીતીથઇ
ભવસાગરના આ કિનારે સ્નેહપ્રેમ મળે અહીં
                   લાગી માયા જ્યાં સંસારની બંધન છુટે નહીં
જીવ શીવની પ્રીત અનામી જલ્દી મળશે નહીં
                   શ્રધ્ધા અને વિશ્વાસમાં મન પરોવજો અહીં
બંધનસંબંધમાં વળગી લપેટાશે જીવપામર થઇ
                   છુટશેનહીં આતાંતણો ભક્તિએ વિશ્વાસ નહીં
લાંબી જીંદગી લાંબી માયા વળગી રહેશે અહીં
                   વિશ્વાસ પ્રભુમાં રાખતાં માયા વળગશે નહીં.

૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮

Advertisements

કાન્તિભાઇ કારપૅટ ક્લીનર


                કાન્તિભાઇ કારપૅટ ક્લીનર

૨૧/૫/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેડ બાંધી ભણવા કાજે જુવાન હતો હું જ્યારે
             ડીગ્રી મેળવી પહેલા ક્લાસે બી કોમ થયો હું ત્યારે
ભણતર જીવનમાં હશે તો જીંદગી સારી થાશે
            મક્કમ મનમાં નિર્ણય હતો જ્યાંપગ સોપાને લાગે
સિધ્ધી મેળવી આગળ વધતો આનંદે હું ન્હાતો
             મુખ મલકાતા જોઇ માબાપના મનમાં હુ હરખાતો
એક સ્ટેજ પાસ કરી મેળવી એલએલબી ડીગ્રી
              કાયદો જ્યારે ભણી લીધો મેં સૌ આનંદે મલકાતા
વકીલ બન્યો ને વ્યવસાય વકીલાતનો કીધો
              આનંદે હરખાતો કે ભણતરથી જીંદગી સુધરી ગઇ
ઉજ્વલ જીવન શોધતો આવી ગયો અમેરીકા
              ભણતરને નાપુછેઅહીં ગમેત્યાં ભણ્યાજીવતર ખોઇ
અરજીમાં ઉંમર પુછેને ક્યાંથીતમે આવ્યાઅહીં
              ભારત નામ વાંચી અરજી  ગારબેજમાં દીઠી ભઇ
આવેલ ભારતીયો મોટેલ લઇ ગોદડાસાફકરતા
             ગેસ સ્ટેશને ઉભારહી મેય આઇહેલ્પ યુ કહેતા અહીં
ઘણો પ્રયત્ન કર્યો પણ કાંઇ મેળ પડ્યો નહીં
            આખરે  નિર્ણય કર્યો કે જે મળે તે કામ કરવુ અહીં
મજુરી મળી કમનસીબે કારપેટ સાફ કરતો જઇ
              દુઃખ મનમાં ઘણું થતુ  પણ હવે કોઇ  આરો નહીં
નામ કાન્તીભાઇ પણહવે કેન પૅટ કહેતાઅહીં
             હિન્દુ ધર્મ હતો મારો પણ નામ બદલાઇ ગયું ભઇ

—————————————————-
         અમેરીકા આવ્યા બાદ આપણી જે હાલત થાય છે તેનું આ એક દ્રષ્ટાન્ત છે.
જે મેં અહીં જોયુ છે.

 

બેની આવી બારણે


                    
                        બેની આવી બારણે
૨૦/૫/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

બેની મારી બારણે આવી લઇને હૈયે હેત
                  મનડું મારું ખુબ મલકાતું જેની પર નહીં બ્રેક
લાગણી દેતી મુજને બેની બાળપણથી અનેક
                  નસીબવંતો હુંજગમાંજાણે મળીમને બેન એક
પ્રેમ લઇને આંગણે આવી આંખો ભીની થઇ
                   માની લાગણી સાથે લઇને પ્રેમ કરતી અહીં
આદરમાન દેતા સાથે ચરણે નમતા સૌ
                  વડીલ મારાને પ્રેમઅમોને દેતામાબાપ જેવો
હૈયા અમારા ઉભરાતા ત્યાં પ્રેમે પ્રેમ દેતા
                    જોઇને સ્નેહ અમારો સામે સાગર પ્રેમ લેતા
દુન્યવી આ જગતમાં પ્રેમ તો ખોબે મળશે
                     સાચો સ્નેહને સાચી લાગણી થોડી જગ દેશે
આવ્યા આજે રહેજો સંગે હૈયે હેત ધરજો
                   માગણીમનથી બેનથી મારી પ્રેમઅમને દેજો
સુખદુઃખ જગમાંજો જુઓ તો હાક ભાઇનેદેજો
                   હેતલઇ ભાઇ દોડતોઆવશે પ્રેમનો લઇપટારો.

૦૯૯૯૦૯૯૦૦૯૯૦૯૦૯૯૦૯૯૯૯૦૯૯૯૯૯૦૦૯૦૯૦૯૯૯૦૦૯૯૦૯

રાહત


                         રાહત                                                    
4/5/2008                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ નહીં તે નહીં કરતાં કરતાં વસ્તુ વેચાઇ જાશે
             આજેનહીં કાલેનહીં કરતાં કરતાં સમય વિસરાઇ જાશે.
આ નહીં નહીંની ઝંઝટમાં જીદગી ઝુટવાઇ જાશે
             મળેલ ટાણું પારખી જાણી જીદગી સંભારણુ બની જાશે.
નહીં નહીં એ માનવ મનથી જીંદગીમાં લોભ છે
             રાહતફેંકી સમયપારખો નહીંતો જીદગીઆપણી ક્ષોભછે.

———————————————————————–
સમયની સાથે ચાલવુ એ માનવીનો અધિકાર છે.સમય પ્રમાણે વર્તવુ તે
તેની નૈતિક ફરજ છે.સમયને ઓળખવો તે તેનું જ્ઞાન છે અને ભણતર એ
જીવનનું ચણતર છે.

જલાસાંઇ ને રામ


          god.jpg

                         જલાસાંઇ ને રામ


તાઃ૧૫/૫/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવાન ભજી લઉ મનથી,તો થઇ જાય બેડો પાર
જલાસાંઇનો સ્નેહમળે,ઉજ્વળ જીવન પાવન થાય
          ..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
રામ નામનું  રટણ કરુ, કે સ્મરું  હું  રાધેશ્યામ
પ્રેમનો સંગ થતાં પ્રભુથી,ના ચિંતા રહે લગાર
જલાબાપાની જ્યોત નેમળેસાંઇબાબાનો પ્રેમ
અનંત કરુણા પ્રભુની મળતાં નહી મળેફરી દેહ
           ..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
હાથમાં માળાને જીભે જલારામ,હ્ર્દયે સાંઇબાબા
રહેતા મારી સંગે હરપળ, જ્યારથી લાગી માયાં
માગુ પ્રેમથી ભક્તિ દેજો,ને રહેજો પળપળ પાસે
રમા,રવિ,દીપલને જગમાં,દેજો ઉજ્વળ જીવન
           ..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
પાવનજીવન પામતા જગમાં,ના લાગે કહીં મોહ
આનંદ હૈયે રહેતો  હમેશાં,જેની  જગમાં છે ખોટ
પ્રદીપનો પામર દેહ આ,સદા રહે  પ્રભુને ચરણે
મુક્તિ માગતો હરપળ કહેતો લેજો તમારે  શરણે
           ..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

સવાર સોમવારની


 

                       shivopt.jpg

                      સવાર સોમવારની

૧૯/૫/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારની સવારમાં, છે સોમેશ્વર હરખાય
           આનંદ ઉમંગે હરખાય, ઢોલનગારા જ્યાં છવાય

આરતી કરતાં અંતરમાં, હરહર ભોલે થાય
           ડમડમ ડમરુ મૃદંગ ને મંજીરા,તાલે મેળવે તાલ
ભક્ત જનોની ભાવના, ને અંતરના ઉમંગ
           દેતા ભક્તોને આનંદ,જે દેતો જીવનમાં એક રંગ
                                                  …..આજે સોમવાર ઉજવાય.
માયા મા પાર્વતીની,ને શણગાર્યા વિષધર
           ભક્તિનો સંગાથ મળ્યો, ને આધાર છે નાગેશ્વર
અંતરે ઉમંગને સ્નેહમળે,જ્યાં ભક્તિનો છે સંગ
          જીવન ઉજ્વળ ચરણેદીસે, સદાહૈયે વસેછે પ્રીત
                                                  …..આજે સોમવાર ઉજવાય.
દુધ અર્ચન શીવલીંગે, ને પુષ્પ દીપે છે હાથે
           સોહે સુંદર અર્ધચંદ્ર શીરે,ને ત્રિશુલ બીજા હાથે
ગણેશજી ગૌરીમાને ખોળે, ને કંકુ શોભે કપાળે
            પ્રદીપ વંદન પ્રેમથી કરતો,સાંજ સવાર બપોરે
                                                  …..આજે સોમવાર ઉજવાય.

*****હર હર ભોલે મહાદેવ*****હર હર ભોલે મહાદેવ*****

પ્રેમની કેડી


                   પ્રેમની કેડી
૧૬/૫/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાનને વાંસળી,જલાને લાકડી
                             ત્રિશુલે શોભે ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
                            ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
                             તારી પ્રેમની કેડી અજાણ
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
                            રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
                             તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
                            જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
                           જલા તારી ભક્તિછે પુંજાય
સકળ જગતની સૃષ્ટિ હરતા
                          ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
                           મુક્તિ જીવને મળી ત્યાં છે
ઓ વિષધારી,ઓ ડમરુધારી
                          ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
                          દો મુક્તિ જીવને બની દયાળુ

—————————————–