સવારનો નાસ્તો


                        

                             સવારનો નાસ્તો

તાઃ૩/૭/૨૦૦૮.                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મઝા પડી અહીં ભઇ મઝા પડી
                 સવારના નાસ્તામાં મઝા પડી
                            મઝા પડી ગઇ અહીં ભઇ મઝા પડી ગઇ.

વઘારેલા મમરા ને સાથે નાયલોન પૌઆ,
                          .  ભરી વાડકે લીધા જે ભાવે સૌથી પહેલા.
ચેવડો જોડે લીધોને થોડી રતલામી સેવ,
                          ચમચો હાથમાં રાખ્યો ખાવા નાસ્તો લીધો.

ભાવનગરી ગાંઠીયા ને જોડે ફણસી પુરી,
                           ખાતો નાસ્તો એવો ના ઇચ્છા રહે અધુરી
ફુલવડી તીખી મઝાની ને સાથે શક્કરપારા
                       ખાખરા ખાતો ભઇ સાથે લસણીયું મરચુ લઇ

ચા પણ સાથે લેતો તેમાં નાખીને  બૉર્નવીટા
                         ભજન જલાના સાંભળુ ને નાસ્તો ધીમે કરુ
ના બ્રેડબટર કે ટોસ્ટ, નાકૉફી કે ના કોક લેતો
                      મસ્ત મઝાનો નાસ્તો, આતો વર્ષોથી હું ખાતો

ના હોટલ જાતા કે ના બહારનું  કાંઇ ખાતા
                      નાભેદ અમારે કંઇ જાણે આણંદમાં ખાતાઅહીં
પ્રેમ જલાબાપાને કરતા,સાથે સાંઇબાબાને સ્મરણતા
                      ગમે ત્યાં અમે રહેતા ત્યાં સાચી ભક્તિ કરતા. 

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%