વ્યથા મનની


                             વ્યથા મનની

 

તાઃ૮//૨૦૦૮ .                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

ઉજ્વળ જીવન આ જીવવાની,જ્યાં મનમાં ઇચ્છા થઇ
આધીવ્યાધી ફેકી ઉપાધી જ્યાં,ત્યાં મનને શાન્તી થઇ

મક્કમ મનમાં ધ્યેય  કર્યો જ્યાં, જીવનમાં જ્યોત થઇ
અંતરમાં આનંદને હૈયેહેત મળતાં, સાર્થક જીંદગી રહી

માનવ જીવની માગવાની રીત, હવે મને પરખાઇ ગઇ
જે જગમાં  જોતાં પામર દેહથી, મને દ્રુણા લાગતી ગઇ

પ્રેમ શાનો ને લાગણી ક્યાંની, આજે સાચી દેખાઇ ગઇ
મળતા દેહ ને મળતી આંખો, ના હોય કાંઇ હૈયામાં હેત

સૃષ્ટીના સથવારે જોતાં ત્યાં,સકળ વિશ્વમાં પ્રભુ છે નેક
પરમાત્માની  અકળ  લીલાને, સમજી ના કોઇ શકવાનું

જીવન જીવતા દેહે,ઝંઝટ સાથે, વ્યાધી મનમાં રહેવાની
પ્રદીપ માગે જલાબાપાથી,એ ભક્તિ જે સાથે આવવાની.

=====================================