શુભેચ્છા


         

        અમારા હ્યુસ્ટનના શ્રી વિશાલભાઇ મોનપુરા જેણે કૉમ્પ્યુટર જગતને ગુજરાતી લખવા
માટે પ્રમુખપૅડ આપ્યુ જે દ્વારા જગતના ગુજરાતી લેખકો પોતાની કૃતિઓ મુકી આનંદઅનુભવે
છે તેઓના હાલ ભારતમાં લગ્ન થયા અને તેમના પત્નિ અ.સૌ.નૈનાબેન અહીં આવીગયા જે
આનંદનો પ્રસંગ હોઇ તેમને યાદગીરી તરીકે શુભેચ્છા કાવ્ય અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન) તાઃ૧૭/૭/૨૦૦૮ ગુરુવાર

 .                           શુભેચ્છા

સાઇટ જોઇ,ગમી ગઇ,કોમ્પ્યુટરમાં સેવ અમે કીધી
વિશાલે નૈના જોઇ, ગમી ગઇ,નેપરણી લાવી દીધી
………………….આ તો જોવા જેવી થઇ ભઇ જોવા જેવી થઇ

ભક્તિ કીધી,પ્રભુને શોધી,આ જન્મે સફળતા જોઇ
સહજાનંદનુ સ્મરણ,નેહાથે માળા,પ્રેમ ભક્તિ થઇ
…………………..આ તો સ્નેહે ભક્તિ થઇ,ને જીવે મુક્તિ જોઇ.

અંતરમાં આનંદ,ને હૈયે હેત,મળે ગુજરાતી રાઇટ
પાટીપેન નામળે,છતાં મળી ,ગુજરાતી વેબસાઇટ
…………….આતો ભાષા પ્રેમ જોઇ વિશાલે લાવી દીધી અહીં.

હ્યુસ્ટન છે હરખાય ને ગુજ્જુ જગતના છે મલકાય
ના પ્રેસ મળ્યો ના છાપખાનું મળ્યું,મળ્યુ પ્રમુખપૅડ
……………આતો પ્રભુની કૃપા થઇ વિશાલ નૈના લાવ્યો અહીં.

શુભેચ્છાઓ સદામળશે ને મળે અંતરના આશીર્વાદ
કામ જગમાં કર્યુ તેણે,મળ્યો બુધ્ધિને અણસાર
………………આતો અલૌકિક કહેવાય,પ્રભુની કૃપાથી જ થાય

ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ

ચી. વિશાલ તથા અ.સૌ. નૈનાબેનને પરમ કૃપાળું શ્રી સ્વામિનારાયણ ભગવાન
તથા શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના આશિર્વાદથી તેમનું લગ્નજીવન ભક્તિમય અને સુખ સમૃધ્ધિથી
સાર્થક થાય તેવી પવિત્ર ભાવના સહિત અર્પણ.

                 મનની માગી મળી ગઇ ત્યાં લઇ આવ્યા ભારતની નાર
                 સાજનના સથવારે નૈના હ્યુસ્ટન આવી લઇ પ્રેમનો હાર
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન) તાઃ૧૭/૭/૨૦૦૮