સોમેશ્વર મહાદેવ


                          

                              સોમેશ્વર મહાદેવ

તા૨૧/૭/૨૦૦૮                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવાર છે પ્રથમવાર ને પ્રભુનું ડમરુ ડમડમ થાય
નાગદેવતા દુધ સ્નાને ને શીરે બીલી પત્ર ઠલવાય
                             …………ભોલે મહાદેવ સદા હરખાય
જગતના પાલનહાર પુંજાય ને વિશ્વ આનંદે લહેરાય
ઑમ નમઃશિવાય, ઑમ નમઃશિવાય ચારે કોર થાય
                              …………ભોલે મહાદેવ સદા હરખાય
ભક્તિ જેના બારણે ડોલે, ને મંદીરનો થાય અણસાર
સુખને શાંન્તિનો વરસાદ વરસે, ને કૃપાશીવની થાય
                              …………ભોલે મહાદેવ સદા હરખાય
મા પાર્વતીની માયા મળતાં, જીવ અતિઆનંદે ન્હાય
સાચીભક્તિ અને માયાપ્રભુની, મુક્તિ જીવે છે દેખાય
                              …………ભોલે મહાદેવ સદા હરખાય
નાઆશા નાઅભિલાષા રહે જીવે શીવની દ્રષ્ટી થાય
અગમનાભેદ ને જગતનીમાયા,ના જગેસૃષ્ટી દેખાય
                               …………ભોલે મહાદેવ સદા હરખાય
સ્મરણ શીવનું ને રટણ પ્રભુનું ના કોઇ મોહ ભટકાય
અનંતસ્નેહ શીવજીનોને,પ્રેમ માપાર્વતીનો મળીજાય
                                …………ભોલે મહાદેવ સદા હરખાય
ના જગનીમાયા વળગે,ને ના વળગે બંધનમાયાના
સદા હેતરહે અંતરમાં ને મંદીર સમ મનડાં મલકાય
                                …………ભોલે મહાદેવ સદા હરખાય
પ્રદીપ,રમાને પ્રેમ શીવજીથી,દુધે નાગદેવ હરખાય
રવિ,દિપલ વંદે પ્રભુને ને નિશીત ભક્તિએ મલકાય
                                …………ભોલે મહાદેવ સદા હરખાય

******બોલો ઑમ નમઃશિવાય,બોલો ઑમ નમઃશિવાય******