હસે ને હસાવે


                      

                             હસે ને હસાવે
તાઃ૨૪/૭/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસો ને હસાવો દીનકરભાઇ, આ જગને મન મુકી હસાવો
મહેતા કાંઇપણ કહેતા તો,સૌ સાંભળી આનંદમાં તો રહેતા
                             એવા અમારા વ્હાલા દીનકરભાઇ મહેતા
અગડં  બગડં ચાલતુ આ જગ, જ્યાં ખુશી ના દેખે  કોઇ
ફાંફા જ્યાં ત્યાં મારે તો પણ, જીવને જરીયે શાંન્તિ નહીં
                                ત્યારે  દીનકરભાઇ  ખુશીને લાવ્યા અહીં
શબ્દ  જગતના એ મહારથી,  દોડી આવ્યા અહીં હ્યુસ્ટન
માણો આનંદ મન મુકીને,  ના જતા રહો  ભઇ સ્વપ્નામાં
                                 એમ કહેતા અહીં દીનકરભાઇ હસવામાં
પરમેશ્વરની જ્યાં મળી કૃપા, ત્યાં પ્રેમે જગને હસાવી દેતા
દુઃખસાગરંમાં તરી રહેલાને, સુખસાગરમાં પ્રેમે ખેંચી  લેતા
                                 સૌને મનમુકાવી ગમે ત્યાં હસાવી લેતા
સ્વાગત તેમનુ પ્રેમે  કરીયે, ને સાથે દઇએ સૌ હૈયાના  હેત
મુઝાયેલ  મહારથીઓના મન, શબ્દોના સહવાસે મલકે છેક
                                  આવી  જીવનમાં તક મળે અમુલ્ય એક
સ્નેહ ભરેલા શબ્દો અમારા. દીનકરભાઇના હૈયા  કરશે ડુલ
આવ્યા પ્રેમે,આવજો પ્રેમે,હરખ પ્રદીપને જેનુ ના કોઇ મુલ
                                      આજે સાહિત્ય સરીતા વહે છે ભરપુર

***********************************************************
          ગુજરાતી હાસ્ય કલાકાર શ્રી દીનકરભાઇ આજે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્યસરિતાના
આમંત્રણને માન આપી અત્રે પધાર્યા તેની યાદ રુપે સપ્રેમ ભેટ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૨૪/૭/૨૦૦૮ ગુરુવાર