સાંઇ કે સાંઇરામ

                          સાંઇ કે સાંઇરામ
તાઃ૧/૮/૨૦૦૮                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રટણ સાંઇ સાંઇનું,ને થતું હૈયે સ્મરણ સાંઇરામનું
અંતર ઉભરે સંત સ્મરણથી,જીવન પાવન સાંઇ રટણથી
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

જ્યોત ઉજ્વળ બને જીવનની,પ્રભુભક્તની અમી દ્રષ્ટિથી
સર્જનહારની સૃષ્ટિ નિરાળી, શાંન્તિ મનને ભક્ત સાંઇથી
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સ્મરણ માત્રથી સ્નેહ મળે, ને ઉજ્વળ જીવન સદા દીસે 
સુખઃદુખની આ એક ધાર પર  ભક્તિપ્રેમ સદા દીપી ઉઠે
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સંતસમાગમ  સ્મરણ માગતા, સ્નેહમળતા હૈયા હરખાય
ના મોહ કે માયા વળગે,સ્મરણ સાંઇથી જીવન ઉજળાય
……………જીભે હરપળ સાંઇસાંઇને, હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સૃષ્ટિનો સહવાસ મળે, ને જ્યાં જીવમાનવ દેહ અટવાય
સાચોરાહ પ્રભુભજનથી,જે પ્રદીપને સંતસાંઇથીમળીજાય
……………જીભે હરપળ સાંઇસાંઇને, હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

઼઼઼જયજય રામ જય જલારામ જય જય રામ જય સાંઇરામ ઼઼઼