.Com


                  .Com
તાઃ૩/૮/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
છગનભાઇ  આવી ગયા અહીં, તમે ચિંતા કરતા નહીં
કખગધ શીખ્યા છો તમેતહીં, ABCD જાણી લેજોઅહીં
એકડો બગડો ભુલી ગ્યા ભઇ, વાધો  કંઇ આવશે નહીં
                     .......ભલા તમે ચિંતા કરતા નહીં
પાટીપેનહાથમાં હતા તહીં,keyboard જોઇ લેજો અહીં
ચોપડે પાનફેરવતા તહીં,screenસામે જોઇ લેજો અહીં
આંગળીએ વેઢાગણતાતહીં,Padના બટનદબાવજો અહીં
                      ......ભલા તમે ચિંતા કરતા નહીં
નાઆવડે તો ચિંતા નહીં, .comની આગળ લખજોઅહીં
પ્રભુ ભજવા મંદીરજતા નહીં God.Comપરમળશેઅહીં
કૉલેજનાગયાત્યાં,college.comકરતાકૉલેજ જોશોઅહીં
                                .....ભલા તમે ચિંતા કરતા નહીં
તકલીફના બીજાને હોયતો,અહી આવીએકલુ લાગશેનહીં
movie.com  કરતાં તમે,  ફીલમ જોવી માણશો અહીં
જગતમાંકોઇખોટલાગેતો,duniya.comકરજો છગનભઇ
                       .....ભલા તમે ચિંતા કરતા નહીં
ચોતરે ચાલતા જતા તમે તો,ગામમાં સૌ કેમ છો કહેતા
આવ્યા ઉડી તમે અહીં જ્યાં , ચકલુ ય ફરકતુ ના જોતા
ring વાગે જ્યાં ઘરમાં ફોનની, હાય સૌ પહેલુ જ કહેજો
                      ......ભલા તમે ચિંતા કરતા નહીં
ધોતીયું જતાં પેન્ટ આવ્યુ ને હવે લેંગો આવ્યો છે અહીં
જુવાનીફરી આવી તેમસમજી,.com પર મારોકરશોનહીં
ભુલ કોઇ શબ્દની થઇ જશે તો આંખો બંધ કરજો અહીં
                      ......ભલા તમે ચિંતા કરતા નહીં
અહીં આવીને ઘરમાં જ રહેજો, બહારનો ખર્ચ કરશોનહીં
લાવ્યા તે ઉપકારગણાય તેમનો,બોલવાનું બીજુકાંઇનહીં
.com થી ગંગા મળતાં, અહીયાંઘરને જેલ ગણશો નહી
                       .....ભલા તમે ચિંતા કરતા નહીં
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@