બમબમ ભોલે


        
          બમબમ ભોલે  
તાઃ૪/૮/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
       (શ્રાવણ માસના પવિત્ર સોમવારે) 
ભોલેનાથનું ભજન થાય ત્યાં મા પાર્વતી હરખાય
      ભક્તિ કેરી ગંગામાં ન્હાતા જીવન પાવન થઇ જાય
           ........એવા વ્હાલા ભોલેનાથ ભગવાન.
ડમરુવાગે પ્રેમ મળે જ્યાં સ્મરણ સતત પણ થાય
     માતાપિતાની વરસે કૃપા જે પ્રેમે ભક્તોને મળી જાય
           .......એવા વ્હાલા મા પાર્વતી ખુશથાય.
ત્રિશુલ સોહે પ્રભુને હાથે જ્યાં ભક્તોના અણસાર
     લાગણી દેતા માનવ મનને જ્યાં જીવની ગતી થાય
           ........એવા પ્યારા ભોલેનાથ ભગવાન.
પ્રદીપને પાવન પ્રેમ થયો ને રમા વંદે જગતાતને
     શાંન્તિ જગમાં ના શોધે મળતી ભક્તિથી મળી જાય
           .......એવા દયાળુ જગતપિતા મહાદેવ.
મુક્તિદાતા ભક્તિ પ્રણેતા જગ જીવો પર રહેમાય
     ના મોહ ના લાલચ લટકે જન્મ પાવન થઇ જાય
            .......એવા વ્હાલા હરહર ભોલે મહાદેવ.
 
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

રામની ભક્તિ


                       

                          રામની ભક્તિ    

                જલારામ                સાંઇરામ
તાઃ૪/૮/૨૦૦૮                                  પ્રદીપ ભહ્મભટ્ટ
 
છે મનમાં એકજ આશા ના બીજી કોઇ અભિલાષા
       દો ઉજ્વળ જીવન અમને જે સાર્થક જીવન તરસે
                              …..મારા વ્હાલા જલારામ ને વ્હાલા સાંઇરામ
      
ઓ કરુણાના કરનાર છો તમે સંત તણો અવતાર
       સંસારની પકડીકેડી ને તમે ઉજ્વળ કરી સાતપેઢી
       ભક્તિ તણો લીધો સહારો  જે જગતનો છે કિનારો
                              …..મારા વ્હાલા સાંઇરામ ને વ્હાલા જલારામ
      
મારા  હૈયે છે જલારામ ને સાથે વ્હાલા  સાંઇરામ
       નિર્મળ જીવન જીવતાં ને પાવનસંતનો પ્રેમ લેતા
       ભજતા રામનું નામ ને રાખતા ભક્તિથી હૈયે હામ
                              …..મારા વ્હાલા જલારામ ને વ્હાલા સાંઇરામ
      
પળપળ કરતાં પરોપકાર જ્યાં રામ કૃપા મળતી
       અંતરમાં એક ભક્તિભાવ જ ના બીજી અભિલાષા
       કળીયુગમાં અણસાર કે જેમાં ભક્તિ એકલી દીઠી
                              …..મારા વ્હાલા સાંઇરામ ને વ્હાલા જલારામ
 
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0000000000