આરતી


        
          આરતી
તાઃ૫/૮/૨૦૦૮             પ્રદીપ બહ્મભટ્ટ
 
જય જય જય શ્રી રામ,પ્રભુ જય જય સીતારામ
વંદન આરતી કરીએ..(૨),ભક્તોના ભગવાન
           પ્રભુ જય જય જય શ્રી રામ
કરુણા કરજો, હૈયે રહેજો,ઓ જગતણા આધાર
             તમે જગના છો આધાર
ભજીએ પ્રેમે,વંદન કરીએ,રાખજો કૃપા અપાર
            પ્રભુજી રાખજો કૃપા અપાર
માયા મમતા,અળગી કરજો,સદા રાખજો પ્રેમ
            સીતાજી સદા રાખજો પ્રેમ
નિર્મળ ભાવે તમને ભજીયે,ના મનમાં કોઇદ્વેષ
            પ્રભુજી ના મનમાં કોઇ દ્વેષ
આવ્યા શરણે, લઇ જીવનને,રાખજો હૈયે હેત
            દીનદયાળુ રાખજો હૈયેહેત
પ્રેમભાવથી સ્મરણ કરીએ, રાખીએ મનમાં ટેક
            રામજી રાખીએ મનમાં ટેક
ભક્તિ કરુ હું,પ્રેમે ભજુ હું,ભક્ત જલાસંગ રાખી
           રામજી જલારામ સંગ રાખી
મુક્તિ માગી,પ્રદીપ વંદે,ના જગમાં કોઇ આશા
           પ્રભુજી છેલ્લી એ જ આશા
આરતી કરીયે,પ્રેમે પ્રભુની ,સીતારામ ની સ્નેહે 
            છે મારે સીતારામથી સ્નેહ
સાથે બિરાજે હનુમાનજી,જેમને ભક્તો પરઘણા હેત
            રામને ભક્તો પર છે હેત
વંદન આરતી,અર્ચન કરીયે, સ્નેહે લેજો સ્વીકારી
           પ્રભુજી સ્નેહે લેજો સ્વીકારી
કોટી કોટી વંદન કરીયે, પ્રભુજી રાખજો કૃપા તમારી
           રામજી રાખજો કૃપા તમારી
      ********----------**********
....શ્રી રામ શ્રી રામ જય જય શ્રી રામ પ્રભુ જય જય શ્રીરામ....