શ્રાવણી પુનમ


                      

                             શ્રાવણી પુનમ
                              (રક્ષાબંધન)
તાઃ૭/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણું આજે શણગાર્યુ છે, ને હૈયુ પણ હરખાય
           રાહ જોતી બેનડીની નજર, બારણે વારેવારે અટવાય
માડી જાયા ભાઇની આજે વાટ ઘડી ઘડી જોવાય
           રક્ષાબંધનના પવિત્રદીને બેની ભાઇને જોવા તરસાય
                                             એવો પવિત્ર શ્રાવણ માસ કહેવાય
 
માબાપની છાયા મળી હતી,ને મળ્યો ભાઇનો પ્રેમ
           સાસરે આવી બેનડી ત્યારથી રાખડીઓ જોતી અનેક
આનહીં તેનહીં જોતી રાખડી, ત્યારે આંખો ભીની થાતી
           ભાઇને ગમતી રાખડી શોધતા મનમાં ઘણું મુઝતી
                                            એવો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર
 
શ્રાવણ માસની પ્રથમદીનથી બહેની ભાઇની જોતી વાટ
           આંગણે પાથરી પુષ્પ સુગંધી ને સ્નેહપ્રેમ ઉભરાય
માયા પ્રેમ માબાપના મળ્યાતા,ને ભાઇનો અનંત પ્રેમ
           સાર્થક માનવ જન્મ બન્યો જ્યાં થાય જલાથી હેત
                                            એવો પવિત્ર છે ભાઇબહેનનો પ્રેમ.
 
<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~<~