હાય,ક્યાં થાય


                              હાય,ક્યાં થાય

તાઃ૮/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

બેટા આ હાય કનુભાઇ, હાય મનુભાઇ
               હાય રોબી,હાય બોબી, હાય ડોલી કેમ બોલે
પગ જ્યારથી મુક્યો આ ધરતીપર મન મુઝવણમાં ડોલે
              અહીં જ્યાં સાંભળુ ત્યાં હાય  સૌ પહેલુ બોલે
                                        બેટા દરરોજ આવું કેમ બોલે

જ્યાં મળ્યા સંસ્કાર અમોને, ત્યાં હાય હાય કોઇના બોલે
મૃત્યુ પામે સગાસ્નેહી જ્યાં,લાગણી સૌ સ્નેહીઓને થાય 
બહેનો આવે દુઃખી હૈયેને આંસુ સાથે હાયહાય કરી જાય
લાગણી હૈયે રાખી મુક્તિમાટે પ્રેમથી પ્રભુને વિનંતીથાય
                                       પણ બેટા અહીં આવુ કેમ થાય

દીઠા બાપુ ચોતરે ગામના, હાથ મેળવી ખુબ મલકાય
અંતરમાં જ્યાં આનંદ ઉભરે ત્યાં બૈડે થપ્પો દેતા જાય
પ્રેમ દેખાડવો જગને ના કોઇ, એ તો હૈયે વસતો હોય
માગતા ના એ મળતો, ખોટ જ્યાં તમારા દીલમાં હોય
                                   બેટા અહીં હાય હાય કેમ બોલાય

++++++++++++++++++++++++++++++++++++++++++++

દાન પ્રભુને


                                દાન પ્રભુને

તાઃ૮/૮/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા હૈયામાં, મારા ચિતડામાં,
           મારા મનડામાં,મારી વાચામાં,વસેછે જલારામ
જેનો જગમાં, જેની ભક્તિનો છે જયજયકાર
              ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર..(૨)

શ્યામ રામની સેવા કીધી,જગમાં તે અનોખી
              માળા હાથે,કાયમ રહેતી, સંસારે ભક્તિ કીધી
સંત તમે છો હૈયે પ્રભુને જીવન સાદુ જીવ્યા
             ના માયા નાકાયાના બંધન પ્રભુને અર્પણકીધુ
              ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)

વિરબાઇ માતા અર્પણ કીધા ના કોઇએ દીધા
               માનવદેહે માયા પ્રભુની જગમાં સાર્થક કીધી
ભક્તિ કેરી ગંગામાં ન્હાતા પાવન શક્તિ દીઠી
                મોહ રામનો, સ્નેહ રામથી જીવે જાણી લીધી
                ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)

અંતરમાં ઉજાસથયો ને મળ્યો ભક્તિનોઅણસાર
                 જીવને શીવથી જોડવા થયો ભક્તિનો પ્રચાર
ના દાનમાગ્યું ના દાનદીધુ પ્રેમે ભોજન આપ્યુ
                જગતપિતા પરમાત્માને પ્રેમે પત્નીદાન દીધુ
                ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)

ના માગુ પ્રભુથી કે રામથી,માગું સંતની ભક્તિ
              અંતકાળે પ્રભુપધાર્યા થયુંમાનવ જીવનઉજ્વળ
સદા મળે જ્યાં પ્રભુભક્તિ ના દેહને કોઇ વ્યાધી
             સાચાસંતની સેવાકરતા જીવેમુક્તિમેળવી લીધી
                ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)

——————————————————————–