પરમાત્માને પ્રાર્થના


                           પરમાત્માને પ્રાર્થના

તાઃ૧૨/૮/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ સકળ જગતનાકર્તા સર્જનહાર,તારી આ દુનીયા છે મહાન
સૃષ્ટિના ખુણે ખુણે તારી લીલા, જેનો જગમાં નહીં કોઇ પાર
                                       …… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર

આ માનવ મનને ભટકતુ રાખ્યું,જ્યાં ત્યાં મને ચેન ના લ્હાતુ
સદબુધ્ધિનો લઇ સહારો ફરતો,તોય મનને શાંન્તિ ના મળતી
                                       …… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર

તારી માળા જપતો તને હૈયે ધરતો, તોય લપટાયો આ સંસારે
મળતી માયા ને મોહ ભટકાયો,પ્રાર્થના પરમાત્માને મનેઉગારો
                                      …….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર

આ વળગી માયા ના જેને છે કાયા, તોય મોહ મને કેમ લાગે
જીવતર સાર્થક જીવી જગમાં ,પ્રાર્થુ  પ્રભુને મુક્તિદે અંતકાળે
                                     …….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર

——————————————————