મહેંક મળી જાય


                       મહેંક મળી જાય 

તાઃ૧૩-૮-૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુષ્પ મહેંકે જ્યાં કળી ખીલી જાય
માનવી વખણાય જ્યાં મહેનત મળી જાય

સ્નેહ દીસે જ્યાં અંતર ઉભરાઇ જાય
પ્રેમ દીપે જ્યાં સહવાસ મળી જાય

માબાપ હરખાય જ્યાં સંતાન મળી જાય
લાગણી ઉભરાય જ્યાં પ્રેમ મળી જાય

જીવન ઉજ્વળ થાય જ્યાં મન મલકાય
હૈયા મળી જાય જ્યાં પાવન પ્રેમ થાય

 આંસુ આંખોમાં દેખાય જ્યાં હૈયા મળી જાય
 આંખો આંસુથી છલકાય જ્યાં લાગણી દુભાય

પ્રદીપ પ્રેમથી હરખાય જ્યાં GSS મળી જાય
હૈયુ ખુબ મલકાય જ્યાં સર્જકો આવી જાય

જીવનમાં શાંન્તિ થાય જ્યાં સાચી ભક્તિ થાય
જન્મ સફળ થાય જ્યાં જલાબાપા મળી જાય

સંસાર,સંતાન ને સહવાસ જ્યાં સારો મળી જાય
માનવ મનને જીવનમાં ત્યાં મહેંક મળી જાય.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
(GSS -Gujarati Sahitya Sarita,Houston)