નામની રામાયણ


                          નામની રામાયણ

તાઃ૧૭/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્

મારું નામ છે શાન્તિભાઇ,પણ મારે જીવનમાં શાન્તિ નહીં
ફાંફા મારુ અહીં તહીં, પણ ઘરમાં કંઇ આવક થતી નહીં
             ..આ વાત ના કહેવા જેવી થઇ જેની મુઝવણ રહેતી ભઇ

આ સામે આવ્યા ચતુરભાઇ જેમની વાત મેં સાંભળીઅહીં
નામ ચતુરભાઇ પણ કોઇ જગ્યાએ ચતુરાઇ વપરાયનહીં 
જ્યાં ત્યાં વીલામોઢે મોં ખુલ્લુ રાખે ના જવાબ આપે કંઇ
                                             …આ વાત ના કહેવા જેવી ભઇ

આ મળ્યા મને સ્વરુપભાઇ, જેમને જોઇ બીતા અનેકઅહીં
નામ સ્વરુપ પણ દેખાવને નાસંબંધ ત્યારે આવુ બને ભઇ
અરજીવાંચી સાહેબ ખુશ,પણતેમને જોઇને બીક લાગીગઇ
                                           …આ વાત ના કહેવા જેવી ભઇ

મનોહરભાઇ ને જોઇને લાગે કે આ કામ મન લગાવી કરશે
મનમાં ના કોઇ મનોરથ કે ના ભણતર ને કાંઇ લાગે વળગે
પૈસા આપી પાસ થયાત્યાં અહીં આવી નોકરી કેમની કરશે
                                        …આ વાત કેમ કરીને કહેવી અહીં 

મોં દબાવી નીચે જોઇ અહીં ઓફિસમાં ચાલતા દીઠા આજે
નામ હસમુખભાઇ પણ મોં દીવેલ પીને આવ્યા લાગે અહીં
ના લાગે વળગે જ્યાં નામને ત્યાં બહેનોને કામ કરતી દીઠી
                                    …આ વાત તમારે જાણવા જેવી ભઇ

=======================================

ભોળાનો ભગવાન


                         ભોળાનો ભગવાન  

તાઃ૧૭/૮/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ્  

ભોળાભાવે કરેલ કામ જગમાં માનવતા કહેવાય
             અંતર છે ઉભરાય સ્નેહસાથે મનમાં શાંન્તિ થાય
લાગણી આપી પ્રેમ મેળવી જગતમાં જીવી જાણો
             શું લાવ્યાતા શું લઇજવાના મનમાં નિર્ણય રાખો 
                                         ……..ને કરજો ભક્તિ ભોળાભાવે

કૃપા પ્રભુની મળશે ત્યારે સેવા મનથી કરશો જ્યારે 
             અગમનિગમના ભેદભ્રમણથી મુક્તિ મલશે ત્યારે 
ઉભરો જ્યારે મનમાં આવે તો પ્રેમથી વહેંચી લેજો 
            અંતરમાં જો રહી ગયોતો મુક્તિથી તમે દુર રહેશો 
                                           ……ને કરજો ભક્તિ ભોળાભાવે

આજકાલના આ ચકકરમાં પ્રભુ સ્મરણ જો ચુકશો
            ના આરો કે ના કિનારો  આ જન્મ એળે જાશે તારો
લઘરવઘર આ લાઇફમા ગાશો જલાના ગુણગાન
              પ્રભુ ભક્તિમાં ના કોઇ ભેદ, છે ભોળાનો ભગવાન
                                       ……જ્યારે કરશો ભક્તિ ભોળાભાવે

++++++++++++++++++++++++++++++++++++++++++