સાર્થક જન્મ


                            સાર્થક જન્મ

તાઃ૨૧/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ્

ના મને જીવનમાં ખોટ, જ્યાં મળી જલારામની જ્યોત
ઉજ્વળજીવન જીવી જવાશે,ભક્ત જલારામના સહવાશે
મળશે શાન્તિ મનને આજે,સાર્થક જન્મ આ મારો થાશે
મતી ગતી સૌ સાથે રહેશે,ને પ્રેમથી જીવન આમહેંકશે
                               …….જ્યાં મનથી સાચી ભક્તિ થાશે

કર્મનુ બંધન સૌને વળગે, જ્યાં જીવને આ દેહ મળે
પશુ પક્ષીકે પછી મનુષ્ય, ના અળગુ તેનાથી બંધન
સર્જનહારની આ છે સૃષ્ટિ,દોરે જીવને મેળવવા મુક્તિ
ભજન થાય કે ભક્તિ થાય,જીવને શાંન્તિ મળતી જાય
                                …….જ્યાં સેવા સાચા દીલથી થાય

મન થકી મળતી માનવતા, ને હૈયાથી મળતા હેત
ભક્તિથી મળતા ભગવાન,જ્યાં જલાસાંઇને ભજાય
મિથ્યા માયા મોહ લાગે,જે જીવને વળગી છે ચાલે
મળતી મુક્તિ જ્યાં છુટે સૃષ્ટિ,ના રહે કાયાના મોહ
                               ……જ્યાં પ્રેમથી પ્રેમની ભક્તિ થાય

=======================================