નર કે નારી


                          નર કે નારી 

તાઃ૨૩/૮/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ્

નરનારીના ભેદની વાત જગમાં કોઇએ નથી જાણી
જગત પિતાની આ છે લીલા કોઇથી નથી અજાણી
                                  …….આ છે પરમાત્માની બલીહારી
કર્મની લીલા જગતમાં ન્યારી, ના તેમાં કોઇ દ્વીધા
પ્રેમ સંબંધનો તાંતણો નાનો છે જગ તેમાં બંધાયુ
પરમાત્માના સાચા પ્રેમમાં ના જગના કોઇ બંધન
                                   ……સાચી ભક્તિ પ્રેમથી નિતરતી
મુક્તિ જ્યાં જીવને મળે ના મળે દેહ નર કે નારી
આત્માનુ આગમન એ તો દેહ થકી જગમાં દીસે
ભક્તિ નો બંધાય તાંતણો દેહ ના છુટે આ બંધન
                                ……..જે થાય સંસારી સંતોમાં દર્શન
રામ શ્યામનો દેહ ધરી પરમાત્માએ દીધા દાન
માર્ગ મુક્તિ નો દર્શાવી થયા પ્રભુ અંતર ધ્યાન
નર નારહે કે નારી પણ જ્યાં જીવે મુક્તિ આવે
                                   …….એવી છે શક્તિ પરમાત્માની
કર્મનીએવી ગતી કે જેમાં જીવ ધરતી પર આવે
માનવ મનની શક્તિ એવી મુક્તિ એમાં સમાણી
પ્રદીપ વંદે પરમાત્માને નામળે દેહ નર કે નારી
                              …….પ્રભુની કૃપા ના જગથી અજાણી

+++++++++++++++++++++++++++++++++++++++++