રટણ શ્રીરામનું


                            રટણ શ્રીરામનું

તાઃ૨૭/૮/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાબાપાની જ્યોત મળીને, હનુમાનદાદાના વ્હાલ
શ્રીરામ શ્રીરામ રટણ કરુ જ્યાં,હું પ્રભુ ભક્તિમાંન્હ્યાલ

સત્ય યુગની સવાર જાણે,પંખી કલરવ કરતા લાગે
વ્યોમતણા વાદળ સંકેલાતા ને પ્રકાશસુર્યનો દેખાતો
                                       …… ત્યાં હૈયે હેત સદા લહેરાતા

ઘંટારવને આરતી સંભળાતી,ઉજ્વળ માનવમનદેખાતું
મળતા હૈયા સૃષ્ટિ સથવારે,ના લાલચ મોહ ભટકાતા
                                         ……ત્યાં હૈયે હેત સદા ભટકાતા.

સંત જલારામ ને સંત સાંઇરામ, લાગે જીવન ભક્તિધામ
સંસારનીમાયા સાચીજણાતી,જીંદગીઉજ્વળથતી દેખાતી
                                         …..જેમાં હૈયે હેત સદા લહેરાતા

મળેભક્તિ ત્યાંશ્રધ્ધા દેખાતી,મિથ્યા જગની સૃષ્ટિ જણાતી
સાચી માયા સંસારથી અળગી,જેમાંશાંન્તિ જીવને દેખાતી
                                        ……જેમા હૈયે હેત સદા લહેરાતા.

========================================