મનમાં મુંઝવણ


              

       મનમાં મુંઝવણ 
                               છે રસ્તો?
તાઃ૨૯/૮/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

#   અમેરીકામાં વિજળી જતી રહે તો….શું થાય?
#   અમેરીકાને પેટ્રોલ ન મળે તો….શું થાય?
#   અમેરીકામાં કોમ્પ્યુટર ના હોય તો શું થાય?
#   અમેરીકામાં લાલી લીપ્સ્ટીક નો સૌથી વધુ ઉપયોગ થાય છે તો તેનુ કારણ
     અહીંયાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તે કે પછી પુરુષો ફાંફા ના મારે તે?
#   ઇરાન,ઇરાકમાં મુસ્લીમ કુટુંબો રહે છે કોઇ અમેરીકન રહેતા નથી તો
     ત્યાં અમેરીકન લશ્કર શું કરે છે?
#   શ્રી કૃષ્ણ મંદીરમાં કૃષ્ણની મુર્તિ સાથે રાધાની મુર્તિ જ હોય છે તો તેમની
     પત્નિ રુક્ષ્મણી ક્યાં?
#   સ્વામિનારાયણ મંદીરમાં સ્વામિનારાયણની કોઇ મુર્તિ જ નથી તો તે
     સ્વામિનારાયણ મંદીર કેમ્?
વીરપુરમાં સંત શ્રી જલારામના મંદીરમાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારાતુ નથી
    તમે મુકેલ કોઇપણ રકમ તરત પાછી લેવા જણાવે છે જ્યારે બીજા ધાર્મિક સ્થળો
    પર મુર્તિના પહેલા દાનપેટી મુકે છે અને પ્રસંગોપાત તમને આમંત્રણ મોકલી
    દાનનો મહિમા સમજાવે છે કેમ?    
#   ભગવું ધારણ કરેલ વ્યક્તિ સ્ત્રીથી દુર કેમ ભાગે છે? તેમને જન્મ આપનાર કોણ?
#   સ્વામિનારાયણ મંદીરના સાધુ પડદો બંધ કરી મુર્તિઓને કપડા પહેરાવે છે
     ત્યાં રાધાના કપડાં પણ તેઓ બદલે છે તો તે સ્ત્રી નથી?
#   જન્મ અને મૃત્યુ પરમાત્માના જ હાથમાં છે મનુષ્યનુ અસ્તિત્વ તેમનાથી
     જ છે તો પત્થરની મુર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકે? તેમની કઇ
    લાયકાત? જેને પોતાના મૃત્યુની જ ખબર નથી તે ક્યારે છે?
#  જગત અને જીવ એ પરમાત્માની કૃપા છે પૃથ્વી પર  જન્મેલ મનુષ્ય ચાંદ
    પર શું શોધવા જાય  છે? તેની શી જરુર છે? લોકોના પૈસાનું પાણી કે પત્થર
    લેવાનો ખર્ચ?
#  સૃષ્ટિના સર્જનહાર જીવની જરુરીયાતને સમજી તેને અસ્તિત્વ આપે છે
    જેને પોતાના જન્મ કે મૃત્યુ નો અણસાર પણ નથી તે જીવ શુ કરી શકે?
#  દુનીયામાં ખુબ મજબુત સમજતા અમેરીકાને એક વાવાઝોડાની ઝપટની
    કેમ બીક લાગે છે? લોકો ઘરો ખાલી મુકી દેહ બચાવવા જતા રહેતા, ગાડીમાં
    પેટ્રોલ ફુલ ભરી બીકથી ટીવી સામે તાકી રહી કેમ બીએ છે?

?????????????????????????????????????????????????