રામ ભજન


                              રામ ભજન

તાઃ૩૦/૩/૧૯૭૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે રે મનવા,રામ ભજન કરી લે
કોઇ નથી મારુ આ જગમાં કોઇ નથી તારુ
                       ……. ઓ મનવા રામ ભજન કરી લે.

શાને કાજે વ્યથા કરે તું જીવન એળે જાશે
આધીવ્યાધિ વળગીસાથે ના છે કોઇ આરો
નાજગે સાથમળશે આ ભવસાગર તરવાને
ભજન કરીલે ભાવની સાથે પ્રભુનોલેસહારો
                      ……… ઓ મનવા રામ ભજન કરી લે

કથાસુણીલે ભજનકરીલે કરતારભજીલે મનથી
સુખસાગરને ભુલી ને મનવા રામની કડી લેજે
દુઃખની આકેડી પર નિશદીન સ્મરણ તુ કરી લે
હૈયેહેતસદારાખીને રામનેશરણે જીવન તુ ધરીદે
                      ……… ઓ મનવા રામ ભજન કરી લે

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

દુનિયા છે લટકી


                                દુનિયા છે લટકી

તાઃ૩૧/૮/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો જ્યાં પ્રેમ ત્યાં ભઇ દેહને શુ કરવો
જ્યાં થઇ ગયો  ઉધ્ધાર, ત્યાં સંસાર શુ કરવો
 ……..આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનીયા છે લટકી

પશુપક્ષી કે પ્રાણીમનુષ્ય જીવને વળગી ચાલે
આધી વ્યાધી સાથે ઉપાધી દેહ થકી છે આવે
પર ઉપકારી પરમ દયાળુ દ્રષ્ટિ જગપર રાખે
આંગળી જો જાય પકડાઇ તો મુક્તિ મળેઆજે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનીયા છે લટકી

લઘર વઘર આ માનવ જીવન છે મુક્તિનું દ્વાર
સાચીસમઝણ પડી જ્યાંજીવને ના વ્યાધીઆવે
ભક્તિની શક્તિ નીરાળી જગમાં ઓળખી જાણે
માયા મોહ તો સાથે ચાલ્ર ભક્તિ એકલી ચાલે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનીયા છે લટકી

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

જીવનું લેણુ


                             જીવનું લેણુ

તાઃ૩૧/૮/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મ્યાઉ મ્યાઉ કરતી બીલ્લી બારણે આજે દીઠી
મનમાં ના કોઇવિચાર આવ્યો દુધઆપી દીધુ
                        ….આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
ના મળતો અણસાર ભવમાં કેટલુ કોણે લીધુ
જીવનીસાથે કાયમરહેશે ભક્તિમાં જેટલું દીધુ
જમા પાસુ જલ્દી જોવાશે ઉધાર કોઇના રાખે
રામ શ્યામની આ સૃષ્ટિમાં પ્રેમે પ્રેમથી કીધુ
                      ….આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જાગી જ્યારે જગમાંજોયું અલબેલુ આતો લાગે
ગઇકાલની ચિંતામાં ના સમજ કંઇ આજે આવે
માયા માયા કરતાતા ત્યાં મોહ કાયાનો લાગ્યો
અણસાર નાભક્તિ કે પ્રભુનો ક્યાંથીસમજ આવે
                       ….આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જીવ નાજાણે જગની માયા,દેહને વળગી ચાલે
જલાસાંઇ ની સાચીભક્તિ જેમુક્તિ નજીક લાવે
માયા ચાલે દેહની સાથે ને મુક્તિ જીવની સંગે
કામણ કાયા બળી જવાની અહીની ઝંઝટ છોડી
                       ….આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@