જાગ ભઇ જાગ


                        જાગ ભઇ જાગ

તા૧/૯/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગ ભઇ જાગ તારી ગાડી ચાલી જાય
      જગની સાથે ચાલ તારા અધુરા રહેના કામ
                                        ……….જાગ ભઇ જાગ
ઉત્તરદક્ષીણ જોવા રહેતા,પુર્વપશ્ચીમ ખોયા
      ઉપરનીચે કરતાંકરતાં,વચ્ચે લબડતા જોયા
                                      .   ……..જાગ ભઇ જાગ.
મનથીકરજે મહેનતસાચી,પાછળ તું નાજોતો
      લગન લગાવી વળગી રહેજે,ફળ સાચા જોજે
                                        ………..જાગ ભઇ જાગ
મળતા ના કામ તને,શોધવા મનથી ફરજે
      ઉગમણીઆથમણી નાજોતો, ઉજ્વળ કાલજોશે
                                         ……….જાગ ભઇ જાગ
એકની સામે ના જોતો, લાઇન નીકળી ગઇ
        અંત આવશે સામે તારે, છેડો હાથમાં નહીં
                                       …………જાગ ભઇ જાગ
માગણી છોડજે તારી શોધજે સારા કામ
        નામળતા માગણીથી,જે મહેનતથી મળી જાય
                                         ………..જાગ ભઇ જાગ
માથાપર નાભાર તારે,વાંકોવળી તુંચાલે
          આવતીકાલ હાથના તારે,ના હવે કોઇ આરો
                                         …………જાગ ભઇ જાગ

========================================