ઉત્તમ ચ્હા

                               ઉત્તમ ચ્હા

તાઃ૨/૯/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું ગામડી આણંદવાળો,લઇ ચ્હાનીલારી આવ્યો
મારી ચ્હાની વાત ના થાય,
                 ગરમા ગરમને જીભે ચોંટી જાય
………….હું ગામડી આણંદ વાળો ભઇ મીઠી ચ્હા લાવ્યો

ચ્હા વાપરુ હું નીલગીરી, ને દુધ અમુલનુ હેલ્થી
દરરોજ બનાવુ તાજી, ના આવે કમ્પ્લેઇન ચાની
…………..હું ગામડી આણંદવાળો ભઇ મીઠી ચ્હા લાવ્યો

આદુ ને ગરમ મસાલો, લઇ પ્યાલો હાથમાં હાલો
ગરમ મઝાની મીઠી,ચા ઉત્તમને સેવા મારી ઉત્તમ
…………..હું ગામડી આણંદવાળો ભઇ મીઠી ચ્હા લાવ્યો

ચોખ્ખુ દુધનેપાણી,ભુલી જવાય દુશ્મનની વાણી
આવી આજે ચાખી જાવ, ફરી પીવાનુ મન થાય
………….હું ગામડી આણંદ વાળો ભઇ મીઠી ચ્હા લાવ્યો

ચ્હા પીવો પ્રેમથી આવી,  આ પ્રભુની બલિહારી
ગરમાગરમ ચ્હાને આજે પીજો ને હૈયે ઠંડકલેજો
…………..હું ગામડી આણંદવાળો ભઇ મીઠી ચ્હા લાવ્યો

=======================================