કેવી રીતે માનું


                        કેવી રીતે માનું

તાઃ૭/૯/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મલ્યા હતા મને ગઇકાલે પ્રેમથી ખભો મિલાવી
મુખડુ આનંદે મલકાતુ ને હેત હૈયે થી ઉભરાતુ

ના કદી મુખપર મેંજોયું ઉદાસીનું એક તણખલું
મળતા જ્યારે હસતા જોતો ના દુઃખની નિશાની

હામ હંમેશા પ્રેમે દેતા ને હિંમત રાખવાનુ કહેતા
ના જીવનની વ્યાધીથી ડરવું પ્રેમ પ્રભુથી કરવો

માગ જગતથી કરવી નાકંઇ પરમપિતાને ભજવા
શક્તિ છે ભક્તિમાં રહેલી ના જેની જગતમાંસીમા

દુઃખ સાગરમાં ડુબ્યા હતા એ ના અણસાર દીધો
આખરી મિલન હતું અમારું  હું મનથી એના માનુ

સદા હસેને લાગણીદેતા મારા હૈયે ગયાતા વસી
ફાની દુનીયાને છોડીનેલીધી પ્રભુચરણની ભક્તિ

અંત જગતમાં નાજાણેકોઇ મુક્તિ ભક્તિથીમળતી
શરણુ લીધુ  સંત જલાસાંઇનુ ને તેમાં મતી દીધી

=================================