પ્રેમાલીંગન


                                     પ્રેમાલીંગન

તાઃ૨૬/૮/૧૯૭૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
                     જગતમાં અહીં તહીં ભટકાયો
                                         ……….જીવનમાં પ્રેમ  કદી

પ્રેમ થતો અંતરમાં તે પર,જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની વિધિ પતાવી અંતે કિનારે આવ્યો
                                         ………..જીવનમાં પ્રેમ કદી

આવ્યો જ્યારે ભવસાગરના શીતળ શાંત કિનારે
પામ્યો નહીં હું પ્રેમાલીંગન દુર તેથી હું ખોવાણો
                                          ……….જીવનમાં પ્રેમ કદી

સાગરમાં જેમ મીન તરસે તેમ હું પણ તરસતો
મને મળી તુ દેતી સહારો,જીવન જીવવા જાગ્યો
                                          ……….જીવનમાં પ્રેમ કદી

આશ જીવનમાં હતી ત્યારે જીવનજીવવા રોકાણો
સાથ મનેમળે જીવનમાં આનંદાલીંગન જીવીજાશું
                                          ……….જીવનમાં પ્રેમ કદી 

—————————————————————–

પીધા જાણી જાણી


                       પીધા જાણી જાણી

તાઃ૧/૬/૧૯૭૫                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં સુધી મારુ મનડું ના માને
             મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી

કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
        કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને,આ મારુ મનડું રે………..જ્યાં સુધી

તમને દીધેલા વચનો જ પાળ્યા
        કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી

દીવસ અને રાતના વૅણ જુદા છે 
          ક્યાંથી એ મળશે મન કહે મારું
જોયુ જેમ જાણ્યું છે કરમ માણીશુ રે………….જ્યાં સુધી
_________________________________________

કામિની


                                            કામિની

તાઃ૨૫/૮/૧૯૭૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગની શોભા કોને વારી જાય
             આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા

કેસુડાના ફુલોને હું નીરખી રહુ
                 ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા

માનવીના દેહને જગમાં લાવી દે છે
               કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ કામિનીની……..જગની શોભા

============================================