લહેરની મહેંક


                          લહેરની મહેંક

તાઃ૧૮/૯/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લહેર લહેરમાં ફેર છે જગથી તેનો છે મેળ
મળતી લહેરજીવનમાં જે કરે જીવનની કૅર
                                     …..લહેર લહેરમાં ફેર

સદાસ્નેહ વરસ્યાકરે ને વહે સદાજ્યાંપ્રેમ
જીવનમાં જન્નત દીસેને મનમાં મેળા મેળ
શાંન્તિમળતી જીવનેજ્યાં મળેપ્રેમની લ્હેર
ના વ્યાધી મનથી મળે કરે જ્યાં હૈયે હેત
                                       ….લહેર લહેરમાં ફેર

માનવતાની લહેર જ્યાં મળે ભક્તિને સ્નેહ
આનંદઆનંદ ઉભરીરહે ને જીવને મળેમહેર
શીતળ લહેર સ્પંદન કરે અઢળક દે આનંદ
માગેમાનવ વંદનસાથે મળેજીવેલહેરનીમહેર
                                       ….લહેર લહેરમાં ફેર
_______________________________________

ગેલ્વેસ્ટન ગયુ


 

                

 

                         ગેલ્વેસ્ટન ગયુ

તાઃ૧૮/૯/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગેલ્વેસ્ટનને ગળી ગયું  ભઇ IKE વાવાઝોડુ
અલખની જ્યાંઅસર પડે ત્યાં શું શોધુ શું તોડું
                                ………..ગેલ્વેસ્ટન ને ગળી
મેઘરાજાની મહેર હતી ત્યાં અઢળક વર્ષા થઇ
પાણીબોટલમાં લેતાતા ત્યાં ગાડીઓ ડુબીગઇ
કેવીકુદરતની આલીલા નાચાલેતેમાં કોઇ છેડા
આવે ત્યારે કોઇના આરો શોધવો ક્યાં કિનારો
                                 …………ગેલ્વેસ્ટનને ગળી
વહેતીધારાને નિરખવા પૈસા જ્યાંલોકો ખર્ચતા
લહેર માણવા સમય કાઢી ગેલ્વેસ્ટનમાં ઘુમતા
નજરથી મેળવી ટાઢક આનંદીત જઇને  રહેતા
નાચિંતા કોઇને કાંઇ જ્યારે વીઝીટ કરવા જતા
                                     ………ગેલ્વેસ્ટનને ગળી
બોટમાંબેસી ઘુમતા જાણે સાગરસફરછે કરતા
લેતા મહેંક માનવતાની સૌ સાથે બેસી ફરતા
ના હલેસુ હાથમાં તોય સાગર મહીં  સરકતા
આવ્યુ વાવાઝોડુ જ્યાં ગાડીઘર પાણીમાંતરતા
                                      ………ગેલ્વેસ્ટનને ગળી
થઇ કુદરતની કળાને સાગર ધરતી પર લાવ્યા
નાહલેસુ કે નાબોટ તોય પાણીમાં સૌ તરફડતા
ધારાવહેતી કારની માફક બચાવા લોક ફસાતા
આવ્યો અવનીપર સાગરજ્યાં માનવલાગેકાયર
                                        ……..ગેલ્વેસ્ટનને ગળી

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+