આરાધના


                                  આરાધના    

તા૨૦/૧૧/૧૯૭૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબા તારી કરુ આરાધના,
                          મુજ હૈયુ તુજને સદા નમે
પ્રેમે દર્શન કરવા માડી
                         તરસે મારા મન અને પ્રાણ
                                           ……..મા અંબા તારી

ગબ્બર થી આવે અંબે મૈયા
                          મા કાળકા  પાવાગઢથી
આવે મૈયા ભક્તો કાજે
                          સાચી એક સૌની ભક્તિ
                                            …….મા અંબા તારી.

મા આણંદ આવે પ્રેમે ઘુમે
                         અમ ગરબે રમતા સૌની
કાયા પલડે મનડં પલડે
                         પ્રેમે તારા માવડી..ઓ..(૨)
                                               ….મા અંબા તારી.

ગરબે ધુમતી ચાચર ચૉકે
                          ભક્તોની સુણી પુકાર
તાલે તાલ મલે ત્યાં
                          જીવનો થાય  ઉધ્ધાર
                                          ………મા અંબા તારી.

+++++++++++++++++++++++++++++++++++++++++

શ્રાવણી મેઘલો


                         શ્રાવણી મેઘલો

તાઃ૧૭/૯/૧૯૭૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણી સંધ્યા મધ્યે, શાંન્ત અને આનંદ વચ્ચે
વરસી ગયો આ મેઘલો…..(૨)  ……શ્રાવણી સંધ્યા.

નીત નીત વરસે નેણ,શાન્ત અને શીતળ દીસે
ઝળઝળ ઝળઝળ તેજ વૃક્ષ પત્તે છે ભાસે
આંખોમાં આનંદની હેલી,તાત ભલે છોને વરસે
મહેનત કરતાં રાત અને દીન, હાથ નહીં થાકે
                              ………શ્રાવણી સંધ્યા મધ્યે.

શીતશીત વાતો વેણ, ધીમો કલરવ કરતો જાય
શુધબુધ ભાસે તોય, માનવ મનડાં હરી જાય
વૃક્ષને દેતો પાંદડાથી લેતો મીઠો એ આનંદ
રહેમ કરે એ જગ માનવ પર,વરસો વર્સી જાય
                                ……..શ્રાવણી સંધ્યા મધ્યે.

ઘેરા ઘેરા વાદળ, વરસે મેઘ નીલા દેખાય
ટાઢુ ટાઢુ લાગે,ને માનવમન આનંદીત થાય
જમીન પલાળી ભાસે,નેઅંતે સાગરમાં સમાય
વહેણ કદીના અટકે જોવા, વરસે ક્યાંથી મેઘ
                                  …….શ્રાવણી સંધ્યા મધ્યે.

++++++++++++++++++++++++++++++++++++++++