કેલ્શીયમ મળ્યું


                         કેલ્શીયમ મળ્યું                       

તાઃ૩૧/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેલ્શીયમ કેલ્શીયમ કરતો,તો ત્યાં કેળુ સામે દીઠુ
ખાવા માડ્યુ પ્રેમથી જ્યારે,કૅલેરી મળી ગઇ ત્યારે
                                     …….ભઇ કેળુ કેલ્શીયમ આપે

સ્ફગેટીની જરુર ના મારે,સલાડ મળ્યુ અહીં જ્યારે
પીકલ થોડું કાપી લીધુ, ને પૅપર હૉટ થવા કાજે
ઑલીવ જોઇને ટાઢક લીધી,ના જાંબુ શોધુ આજે
કૅબેજ લીધુ મેં શૉશ સાથે, ને લેટસ કાપી લીધુ
મીલ્ક મલ્યું ત્યાં નજર સુધરી, ને કૉફી કૅફ માટે
સુગરની લીધી પડીકી હાથે ને ચાની પકડી પત્તી
                                ……..ભઇ સલાડ સારી સેહદ આપે

કુકી કેરી માગણી કરતાં, ભઇ બીસ્કીટ સામે દીઠા
ચીપ્સને જોતા હાશ દીઠી ત્યાં ગેસની ગરબડથઇ
બર્ગરજોયા ટોસ્ટરમાં,ત્યાંઅમુલબટરનીયાદઆવી
એપલ ખાતા આયર્ન મળશે ને ચેસ્ટ્નીકળશેબહાર
મળી ગયુ જ્યાં કૅલ્શીયમ પણ વિટામીનના મળતું
લીધી હાથમાં ટૅબલૅટ, ત્યાં સેહદ ઉભરી છે આજે
                                  …….ભઇ વાઇટામીન શક્તિ આપે

//////////////////////////////////////////////////////////////////////////////////////////

વિનંતી સ્વીકારો


                           વિનંતી સ્વીકારો

તાઃ૩૦/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધનતેરસના ધનનેવિનવું,પ્રેમથી આપ પધારો
જગજીવનને  મુકી કિનારે, જીવને આપ ઉગારો
                            ……….એવી વિનંતી આજ સ્વીકારો.

આંગણે આવ્યા આપ અમારે કંકુ ચોખાથી વધાવુ
ઉજ્વળ જીવન કરવા કાજે,હું મન પ્રભુમાં લગાવું
આવ્યા આજે,રહેજો સાથે,મનથીભક્તિ કરવા કાજે
માનવદેહને  મુક્તિ દેજો, ને પ્રેમે જીવને  ઉગારો
                            ……….એવી વિનંતી આજ સ્વીકારો.
માયાના બંધન તો વળગે, જન્મ મળતાની  સાથે
કામણકાયા ને નાશ્વંત જીવન,વળગે જીવને ત્યારે
માગુ પ્રેમની ભક્તિ જીવથી, થાય સદ જીવ કાજે
દ્વાર હ્રદયના ખુલ્લા કરજો,મુક્તિમાં દેજો સહાય
                            ……….એવી વિનંતી આજ સ્વીકારો.
મનનોમેળના ધનથી થાતો,જ્યાં વળગી છે માયા
સાચીશ્રધ્ધા ને ભક્તિ સાથે,મનથી દઉ સેવાસાથે
આચમન પ્રેમથી કરીએ, સ્વીકારજો પ્રેમ અમારો
આંગણે આવ્યા પ્રેમથી રહેજો,શ્રધ્ધા સાચિ રાખી
                             ……….એવી વિનંતી આજ સ્વીકારો.

////////////////////////////////////////////////////////////////////////////////

બજરંગબલી હનુમાન


                     

                        બજરંગબલી હનુમાન     

તાઃ૨૬/૧૦/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ બજરંગબલી હનુમાન, તમારા ગુણલાં અપરંપાર
તમો છો ભક્તોના આધાર, તમારી ભક્તિ છે નિરાકાર
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

ગદાધરી છે હાથે જે કરે પાપનો નાશ વ્હાલા ભક્તો કાજ
સિંદુર ધરી લીધો દેહે, જે પ્રભુ રામને રાજી  કરવા માટે
કર્યો દુષ્ટોનો સંહાર, જગતમાં પ્રભુ  ભક્તિ રાખવા સાટે
અખંડ રામ નામ સ્મરાય ને અનંત  હૈયે  આનંદ  થાય
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

આવ્યો બજરંગબલીનોદીન થાય રધુવીરરામથીપ્રીત
કાળી ચૌદસની સાંજ, ભાગે ભુત પલીત  ઘર  બહાર
શ્રીફળના સહવાસે ને તેલના પવિત્રદીવે પ્રભુ ભજાય
બોલે બજરંગબલી ની જય  રહેના પીડા  ભક્તો  સંગ
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

——————————————————————————————-

ધનતેરસ


                         

                                  ધનતેરસ

તાઃ૨૬/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આસો માસની અજવાળી રાત વીતીને અંધારા પથરાય
પવિત્ર હિન્દુ ધર્મ જગતમાં  આસો પવિત્ર માસ કહેવાય
                              …… જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
સુદએકમના પવિત્રદીને, બહેનો માતાને રાજી કરવા જાય 
નવરાત્રીના નવલાં દીવસોમાં, માતાજી જગતમાં હરખાય
માતાજીના આંગણે આવી, શુધ્ધ  ભાવથી ગરબે ઘુમે નાર
પામવા માની કૃપા જગતમાં,વ્રતોનાવહેણમાં સૌ મલકાય
                              …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
શ્રાવણમાસની ઉજ્વળ સીમા પાર કરો ત્યાં ભાદરવો દેખાય
શ્રધ્ધા સ્નેહને પ્રેમની જ્વાળામાં ન્હાતા પાવન મનડાં થાય
પ્રભુ પ્રાર્થના ને હરિ ભક્તિમાં  જીવન ઉજ્વળ  સદાય થાય 
માગતા માયા પ્રભુ  ભક્તિની  જે જીવને મુક્તિ દેશે તત્કાળ
                              …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
અગ્યારસ નો દીન વીતે પછી  વાઘબારસ પણ ઉજવાય
જગ સૃષ્ટિની  પ્રણેતા મા લક્ષ્મીની પુંજા  ધનતેરસે થાય
પંચામૃતથી  સ્નાન કરાવી  માની મનથી ભક્તિ છે કરાય
કંકુચોખા હાથમાં લઇને બારણે મા આવકારી ચાંલ્લા થાય
                              ……જગતમાં આસો માસ પવિત્ર કહેવાય

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

ઓ દુનીયાના દાતાર


                

                  ઓ દુનીયાના દાતાર    

તાઃ૨૫/૧૦/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ દુનીયાના દાતાર,તમારી કરુ પ્રાર્થના લગાર
મારા હૈયે દેજો હેત ,જગે જીવન કરજો મારુ  નેક
                                     ……..ઓ દુનીયાના દાતાર

રોજ સવારે પુજન કરતો,ને અર્ચના કરતો લગાર
આત્મામાં મને પ્રેમ દેજો,ને કરજો જીવનો ઉધ્ધાર
લગીર મને ના મોહ, દેજો શોધે  તેને પ્રેમે અપાર
માયાના બંધન છોડીને,ગાવાછે જલાના ગુણગાન
                                     ……..ઓ દુનીયાના દાતાર

મનને શાંન્તી મળતી,ત્યારે જ્યાં પ્રભુઆરતી ગવાય
મંજીરા તાલમળે ઘંટડીથી,ને શબ્દ સ્વરે છે ગુણગાન
ધબકારાના સ્પંદનમાં, જલાસાંઇ  જલાસાંઇ સંભળાય
ઉજ્વળ જીવનદીસે જગતમાં,ને પ્રદીપ રમા હરખાય
                                      ……..ઓ દુનીયાના દાતાર

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

અંતરની અભિલાષા


                         અંતરની અભિલાષા      

તાઃ૨૪/૧૦/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝબકી જાગ્યો નીંદરથી, ત્યાં જ્યોત પ્રેમની દીઠી
આવ્યો આણંદથી હ્યુસ્ટન,સરિતાએ લાગણી દીધી

પ્રેમમનેજ્યાં મળ્યો સાચો નાજરુર રહી માગવાની
આવીઉભા આંગણે મારે જેની હૈયે હતી અભિલાષા
પામર પ્રદીપના પ્રેમને જોઇ સૌ અંતરથી હરખાશે

આશીર્વાદની હેલી આવે, ત્યાં વંદન પ્રેમથી કરીએ
માનવમનમાં ક્યાંક તુટ થાયતો માફ મને સૌકરજો
દેશ દેહની ના મને છે ચિંતા કાલ જગે નાકોઇ જાણે

મારા વ્હાલા સર્જનકારો સાહિત્ય સરિતા પ્રેમે વહાવે
લાગણી માગુ ને પ્રેમ પણ નીરખુ ના બીજુ હું શોધુ
લાવી પ્રેમ જ્યોત સ્નેહની સાથે દઇશ ફુલોના હાર

પાવનકરજો દ્વાર ઘરનાઅમારા પવિત્ર પગલાં દેજો
યાદકરજો યાદકરીશુ વ્હાલે પ્રેમથી ફરી મળીશુ કાલે.

————————————————————————————-

સમયે પધારજો


Gujarati Sahitya Sarita 

                        સમયે પધારજો                   

તાઃ૧૯/૧૦/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વહેલા વહેલા આવજો સહુ, વાટ જોવુ છુ એટલે કહું
           પ્રેમ ખોબે ભરીને લેજો અહીં, ના રાખજો ચિંતા કંઇ
આંગણે આવી ઉભો ક્યારનો, રાહ જોવુ હું સવારનો
           વ્હાલામારાલેખક મિત્રોનેબહેનો,નાવધારેકંઇ હુંકહેતો
કંકુ ચોખા હાથમાં છે રમાને,ને આવકારે પ્રદીપ પ્રેમે
           દીકરી દીપલ કહે પધારો, ને રવિ પ્રેમે પાણીપાશે          
ભાગ્ય અમારા ઉજળા આજે, લેખક સૌ પધારે સાથે
          મા સરસ્વતીનાપ્રેમને,સાથ તમારાથી જવહેંચાય છે
મળતા સાથ તમારો મને હૈયે અંતિ આનંદ થાય છે
            નુતન વર્ષના દિવસોમાં પાવન ઘર અહીં થાય છે
પ્રેમની વર્ષા વરસાવજો ને હૈયા પણ સૌ ઉભરાવજો
            મને મળેલી અમુલ્ય તકમાં આપ સૌ હરખ રાખજો
સમયે આવજો પ્રેમ લાવજો સ્નેહ ભરીને લઇ જાજો
           પ્રથમ વખત પધાર્યા છો તમો ફરી મને તકઆપજો
————————————————————————————-
          હ્યુસ્ટનના લેખક મિત્રો તથા બહેનોને નવા વર્ષ ૨૦૬૫માં અમારે ત્યાં તાઃ૯/૧૧/૨૦૦૮ ને રવિવારના રોજ બપોરે ૨-૦૦ થી ૫-૦૦ આવી અને નવા વર્ષનો પ્રેમ વહેંચવાની તક આપે તે ભાવનાથી આ કાવ્ય દ્વારા આમંત્રણ છે.

પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ

પુ.સુરેશલાલનો જન્મદીન


            

                    પુ.સુરેશલાલનો  જન્મદીન
                         Happy Birthday
                         (તાઃ૧૭/૧૦/૧૯૩૮)

તાઃ૧૭/૧૦/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કાયાના મોહ રહ્યા જ્યાં લાકડી હાથે દીઠી
         ૧૬,૨૭,૫૩ કરતાં કરતાં સીત્તેર થયાં છે આજે
દારેસલામમાં જન્મ લીધો સાલ હતી ૧૯૩૮ની 
         પાપા પગલી કરાવતી માતા શારદાબા ત્યારે
પપ્પાપપ્પા કરતા ત્યારે આંગળી પકડીલેતા
         નામ ભગવાનદાસ ને કામ પ્રેમવર્ષાવે સંતાને
અવની પરનું આગમન ઓક્ટોબરની ૧૭મીએ
         મળ્યો માનવ દેહ જેની જગમાં ઉજવતા લાગે
હા ના હા ના કરતા કરતા પરણ્યા  શકુબેનને
    સીએ લંડનમાં થયાં દારેસલામમાં વ્યવસાય કર્યો
મનથીમહેનત કરતાં ત્યાં આવ્યા અમેરીકા સાથે
        રેખા,સપના દીકરીઓ જે વ્હાલ માબાપને કરતાં
જીવ ઉજ્વળ જીવેસાથે વ્હાલ પ્રદીપરમાને કરતાં
       બહેનશકુબેનનીસાથે અમેવ્હાલ સુરેશલાલનેકરતાં
પ્રેમ પામે પ્રદીપરમા ને વ્હાલ મેળવે રવિ,દીપલ
      સંત જલાબાપા ને સાંઇબાબાને પ્રેમેપ્રાર્થના કરીએ
પ્રભુભક્તિને પ્રેમબધાનો મેળવી ઉજ્વળજીવનપામે.
————————————————————————————
        પુ.સુરેશલાલના ૭૦મા જન્મદીને સંત જલારામ બાપા ને સંત સાંઇબાબાને અંતરથી
વંદન સહિત પ્રાર્થના અને વિનંતી કે તેઓને ઉજ્વળ જીવન અને સૌના પ્રેમ સહિત સદા
આનંદમાં રહી પવિત્ર અને પ્રેમે લાંબા આયુષ્ય સાથે જીવન મળે.            
લી.પ્રદીપ તથા પરિવારના જય જલારામ સહિત જય સાંઇરામ.

================================================

My Faith


                          

                                My Faith

 

Oct, 15, 08                                        Pradip Brahmbhatt

 

It’s my thinking and my heart is beating

         When I look at the sky I have always question why?

I am on the earth it’s being worth

                Because my life has faith in spiritual life

Jesus is lord because of my birth

                My faith in Shiva as he brightens my life 

I always keep faith in god

                Because life has spiritual help on the earth

I keep my heart clean and clear with prayer

                And I always needs blessing of the lord

હૈયાને હામ


                  

                          હૈયાને હામ   

તાઃ૧૪/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા હૈયામાં રાખીને હામ, હું પ્રેમે સ્મરુ પ્રભુનું નામ
મારા હૈયે આનંદથાય,ને ઉજ્વળ જીવનપણ દેખાય
                                           ……..મારા હૈયામાં

મતીની ગતિ છે નિરાળી ,જે સાચી સમજણ શોધે
ના મળે જો સામે  અણસાર, તો જીવન દુષ્ટ બને
માગ્યા નથીમળતા વ્હાલ,જેમાં જીવનદેખાય ન્યાલ
પ્રેમ પ્રભુનો પામવા  જીવે, ભક્તિ કરવી જગમાંય
                                           ……..મારા હૈયામાં

સુખમાંરામ ને દુઃખમાં રામ,મનમાં રટુ હું જલારામ
પરમાત્માનો પામવા પ્રેમ, હૈયે મળે ભક્તિનો ભાવ
જગમાયા ના કામની, રાખવી મનમાં  પ્રીત પ્રભુની
મળશે જીવને મુક્તિ દ્વાર,જ્યાં સાચી ભાવની ભક્તિ
                                           ……..મારા હૈયામાં

==============================================