આર્શીવાદ


                               

                            આર્શીવાદ

તાઃ૧/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આર્શીવાદ મળે વડીલના, તેને ના જગે કોઇ વ્યાધી
ઉજ્વળજીવન ને પાવનકામ,જગમાં સાચુ તેનુનામ
                                        ……આર્શીવાદ દે અપરંપાર.
આવ્યા આંગણે પાવનકારી, આજે પ્રેમ ભરેલા હૈયે
અહોભાગ્ય આપણા કહેવાય,જ્યાં બ્રાહ્મણદેહ હરખાય
મનની વ્યાધી કે નારહે ઉપાધી,દુરથી જ ભાગીજાય
મક્કમ મને ભક્તિ થાય ને હૈયે સદા ઉમંગ ઉભરાય
                                        ……આર્શીવાદ દે અપરંપાર.
પ્રેમી દ્રષ્ટિ ને હૈયાના હેત, જ્યાં વડીલો મળી જાય
ના ચિંતા કે નારહે કોઇ વ્યાધી,પ્રભુ સદા સંગે દેખાય
આચરણમાં આમન્યા દેતા,મનમાં જ્યોત સદા ઉભરે
માયાના ના બંધન પણ વળગે,ના વ્યાધી અથડાય
                                     …જ્યાં મળે હૈયેથી આર્શીવાદ.
નિર્મળ હેત સદા વરસાવે એવા ઉજ્વળ વડીલનાદેહ
આવ્યા આજે આંગણે હેતે જાણે પ્રભુપિતાનો લઇનેહેત
માગુ મનથી પગે લાગતાં, મુજ પામરને કરજો સ્નેહ
રાખજો છત્ર અમારા શિરે,જેથી જીવને મળે સાચોપ્રેમ
                                      …..દેજો પ્રેમને ભક્તિના હેત.

___________________________________________________
       સંવત ૨૦૬૪ની દીવાળીના પવિત્ર દીવસે પુજ્ય શ્રી વિરાટભાઇ મહેતાના
આર્શીવાદ મળ્યા તે આનંદના પ્રસંગે આ રચના તેઓની સેવામાં યાદ રુપે અર્પણ.

જનેતાની જય હો


                  જનેતાની જય હો           

તાઃ૧/૧૧/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન મહેંકી ઉઠે,ને સદા હૈયે રહે હેત
પ્રેમની પાવક જ્વાળાથી, જીવનમાં રહે મહેંક

અવની પરના આગમનને,ઉજ્વળ કરવા છેક
જન્મદાતાની અસીમ કૃપાએ, વહે પ્રેમ અનેક
સન્માન મળ્યા છે જગમાં,ને પામે સૌનો પ્રેમ
માતાપિતાનિ કરુણા એવી,બાળક બને છે નેક
લાગણી હૈયે સંતાનને,જેને મળે માતાનો પ્રેમ
વહે સરીતા પ્રેમની, ને હૈયે ઉભરે અનંત સ્નેહ
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર

કરુણા હૈયે વસી રહે, ને લાગણી થાય અપાર
સૌની સાથે સ્નેહ રહે,ને મનમાં સદાઉભરે હેત
મારું મારું વળગે ના,જ્યાં સંસ્કારે વહે છે સ્નેહ
આતમદીપની જ્યોતજલે, ને દુઃખડાં ભાગે દુર
શુરવીરતાની સાંકળ તુટે, જ્યાં આર્શીવાદે હેત
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર

—————————————————–————-