કળીયુગમાં ખોટ


     I dedicate this song,which was sang by me,at Anand Town Hall with my Gopaljeet & His Orchestra,Anand on 26th January 1976,to my lovely daughtet Chi.Dipal’s BIRTHDAY on 4th Nov. with the help of my son Ravi.


              
                        કળીયુગમાં ખોટ 

તાઃ૨/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ સ્વભાવ ને વર્તન જગમાં,જીવને દે નિરાંત
હેત મળે જ્યાં હૈયાથી જીવને,આનંદ સદાવર્તાય
                              ….જેની ખોટ આ કળીયુગે દેખાય
માનવ મનથી ભાગે હેત, ને તિરસ્કાર ઉભરાય
ક્યાંક ક્યાંક તો મહેક મળે,જ્યાં સાચી ભક્તિથાય
આવે જીવો એ અવનીપર,જે સાર્થક કરવા જન્મ
મન મહેંકે માનવતાથી,ને ઉજ્વળ વર્તન દેખાય
                             ….જેની ખોટ આ કળીયુગે દેખાય
સંતોના સંતાન થયા તોય, ભક્તિ મનથી ભાગે
પરમકૃપાળુ પરમાત્માની, લાગણી હૈયેના આવે
સત્ય,ધર્મને ન્યાયનીતી ને, મુકી નેવે સૌ રાખે
ના લાગણી ભક્તભક્તિથી,શાંન્તી ક્યાંથી આવે
                             ….જેની ખોટ આ કળીયુગે દેખાય

===========================================