પુ.શ્રી જલાબાપાના જન્મદીને


                            

                           jalaram1  

                  પુ.શ્રી જલાબાપાના જન્મદીને
                     (કારતક સુદ સાતમ)

તાઃ૫/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ જય  જલારામ, રટતા હૈયે આનંદ થાય
રામનામની જપતા માળા જીવ જગતમાં ખુબ હરખાય.

વિરપુર ગામમાં  જન્મ લીધો,  ને ભક્તિથી કર્યો પોકાર
સંત સમાગમ સ્નેહ ભરીદે, ને અન્નદાનથી ઉભરાય હેત
જીવે જ્યોત જલાવી પ્રેમે, જોઇ સદા પ્રભુ પણ હરખાય
એવા જલાબાપા નો  આજે, જન્મદિન  જગે છે ઉજવાય.

વિરબાઇમાતાની શ્રધ્ધા મનથી,ભક્તિએ જીવ મલકાય
અન્ન તણી વહેતી ગાગરમાં,સાગર સરખો છે જ્યાં પ્રેમ
નાલાલચ ના મોહ મળે,જ્યાં થતી હૈયાથી ભક્તિ પ્રીત
એવા વિરબાઇ માતાના નાથની,જન્મ જયંતી ઉજવાય.

લાગી માયા રામનામની,ને બની જગની માયા મિથ્યા
ભક્તિ પરમાત્માની કરતા, જગજીવોને મળે સાચો પ્રેમ
કરતાં દાન અન્નતણા જ્યાં,માનવ હૈયાથી મળતો સ્નેહ
એવા વિરપુરવાસી બાપાનો, આજે જન્મદિન ઉજવાય.

માગણીમનથી કરતો પ્રદીપ,બાપા રાખજો અમોપર હેત
ભુલથાય આપના ભક્ત થકીતો,પ્રભુને વિનતીકરજો છેક
રમા,રવિને હેત દેજો ને પ્રેમ, જન્મ સફળ થાય આ એક
એવા જલાબાપાનો જગતમાં જન્મદીન આનંદે ઉજવાય,

#########જય જલારામ બાપા###############