વિદેશી દુનીયા


                       વિદેશી દુનીયા

તાઃ૬/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ લટક મટકતી દુનીયામાં, ભઇ હું ઠુમકા મારતો ચાલુ
આગળ પાછળનો વિચાર ના કરુ તો ગયો કામથી માનુ
                                       …..આ લટક મટકતી દુનીયામાં
પહેર્યુ પૅન્ટ કે હાફ પૅન્ટ ને મનમાં સમજુ હું થયો વિદેશી
કોલરશર્ટના ઉચા રહ્યાત્યાં માન્યુ કે અહીં જીંદગી ઉચીથઇ
લફરુ એક લટકે ત્યાં ભઇ જાણે ચાંદ પર જોડી પહોંચીગઇ
                                       …..આ લટક મટકતી દુનીયામાં
શંભુમેળો ભેગો થયો જ્યાં મોટી મોટી વાતો ચાલતી થઇ
મેંઆ કર્યુ નેતે કર્યું તેમ મોંમાંથી આજે વાચા છુટતી ભઇ
સમજમાં જ્યાં ન આવે ત્યાંઅમે તો વાત બદલતા અહીં
                                       …..આ લટક મટકતી દુનીયામાં
દુનીયાની  આ સમજમાંથી  ભઇ,  છુટવા હું મથતો  અહીં
સંસ્કાર સિંચનને વળગીરહેતા, મનમાં વાત ઉતરતી થઇ
લાતલફરાને મારીત્યાં વિદેશનીહવા મગજથીનીકળી ગઇ
                                       …..આ લટક મટકતી દુનીયામાં

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

હૈયામાં આનંદ


                                       હૈયામાં આનંદ                   

તાઃ૬/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત આનંદ  હૈયે થાય,  જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ થવાય ,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જીવને જન્મ સાર્થક દેખાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સંતાનનો  સાચો સ્નેહ  મળે, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
દેખાવની દુનીયા ડુબી જાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
કામણકાયાના મોહ છુટીજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મારુતારુ સૌ અળગુ થઇજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય

============================================