મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી


                    aadilbhai

                  મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી

તાઃ૭/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ તમારી કલમ ચાલતી વાંચી હૈયે હેત ઉભરાવતી
મળતી લાગણી વાંચક સૌને હાથથી આપના જે લખાતી

વંદન એ સરસ્વતીસંતાનને જેણે શબ્દોને દીધો અવતાર
ના ભેદભાવ કે નાકોઇ અહમ દીઠો મેં આપ્યો સાચો પ્રેમ

જગત નીમ છે એક પ્રભુનો ,જન્મ જગે જેને મળી જાય
અવસાન ચોક્કસ મળશે તેને,મૂત્યુ જેને જગમાં કહેવાય

આવી અવનીપર સાર્થક જન્મ અમારા આદિલભાઇનો
અમારા આ દીલ અર્પણ  કરીએ તમારી શ્રધ્ધાંજલીમાં

અમરથયા તમો ને આલ્મીયતા મળી અમોને હ્યુસ્ટનમાં
આવ્યાઅમોને પ્રેમ દેવા જેદીધા સૌલેખક મિત્રોને અહીં

પ્રદીપ પ્રેમે સન્માન કરે,ને કરે દીલે વિનંતી પરમાત્માને
દેજો મુક્તિ મુ.આદિલભાઇને જેણે દીધા લેખકોને સન્માન

———————————————————-
           મુ.પુ.આદિલભાઇની આ ધરતી પરની વિદાયના પ્રસંગે અમો સૌ હ્યુસ્ટ્નના
ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો તથા પ્રદીપ બ્રહ્મભટ્ટ ની પરમાત્માને પ્રાર્થના
કે તેમના પવિત્ર જીવને અનંત શાંન્તિ આપે અને  અખંડ તેમના ચરણમાં સ્થાન આપે.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા જીઍસઍસના સભ્યો.હ્યુસ્ટન.