ખટારાની આત્મકથા


                       ખટારાની આત્મકથા

તાઃ૮/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટીપા ટીપ કરતાં કરતાં ભઇ હાથ પગને બનાવ્યા
સ્ક્રુ હથોડી હાથમાં લઇને, શરીરના ભાગ લગાડ્યા

વેલ્ડીંગ કરી ભાગ જોડ્યા,ને કમરને પાટો બાંધ્યો
હેડ ઉચું કરી બનાવ્યુ મોટું,ને ટેંક લગાવી છે નીચે

ટાયર શોધી લગાવીદીધા,સ્ટીયરીંગ લાંબુ લાવ્યા
બ્રેક પૅડ ને પકડી રાખી, સ્ક્રુ લગાવ્યા ચારે બાજુ

હાથ કમરને હેડ બનાવી,માનવીએ મહેનતકીધી
મળ્યો દેહ જાણે ધરતી પર, રંગે સજધજ કીધી

ખુશહાલીના ખેલ જોતાંતો ભઇ કમરે ભાર લદાણો
મણ બેમણ નામુકતા આ તો ટન બેટન મુકી દેતા

ઉંમરની ચબરખી મારેલી જોઇ,લઇ ગયા લેનારા
મનથી મહેનત કરતાં કરતાં,વિત્યાં વીસેક વર્ષ

ફાટ્યા ટાયરને પંચરથયા,નેહવે બ્રેક બગડી ગઇ
ઉતાવળની નાટેવ રહી,હવે ગતી ધીમી થઇઅહીં

લાગ મળતા લાત મારી,મારામાલીક હતા જેભઇ
ખખડતાં ને હવે ના ચલાતાં,ભંગારે વેચાયો અહીં

માનવતાની મહેંક સાંભળેલી,જે અનુભવાઇ ગઇ
મનથી મહેનત કરતાં તો પણ,મૃત્યુ બગડ્યુંઅહીં

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%